Get The App

‘સરન્ડર કરો, નહીં તો ધરપકડ થશે’ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ ધારાસભ્ય વિરુદ્ધ હાઈકોર્ટની લાલ આંખ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
Dharam Singh Chhokar
Image : 'X'

Plea Against MLA Dharam Singh Chhokar : હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે પંજાબ હાઈકોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય ધરમ સિંહ છૌકરને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય ધરમ સિંહ પર મની લોન્ડરિંગ સંબંધિત કેસનો આરોપ છે. પાણીપતના એક સામાજિક કાર્યકર્તાએ તેમની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ હોવા છતાં તેઓ તેમના મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. ધરમ સિંહ આગામી 5 ઓક્ટોબરે થવા જઈ રહેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાણીપતના સમાલખા મતવિસ્તારમાંથી ફરી ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધી પહેલા કોની તસવીર છપાતી હતી, જાણો ઈતિહાસ

ધરમ સિંહે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં

મંગળવારે જસ્ટિસ સુરેશ્વર ઠાકુરની અધ્યક્ષતા વાળી બેંચે કહ્યું કે, 'ધરમ સિંહે ક્યાં તો આત્મસમર્પણ કરવું જોઈએ અથવા બુધવાર સુધીમાં ધરપકડ કરી લેવી જોઈએ.' ધરમ સિંહ હાલમાં મની લોન્ડરિંગ અને અન્ય ગુનાઓના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસનો સામનો કરી રહ્યા છે. અરજી અનુસાર, તેમની વિરુદ્ધ અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં ED પણ તેની તપાસ કરી રહી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક કેસમાં ગુરુગ્રામ કોર્ટે ધરમ સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જેને લઈને ધરમ સિંહે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં, તેમ છતા તેમને રાહત મળી ન હતી.

હરિયાણાના એડવોકેટ જનરલે શું કહ્યું?

હરિયાણાના એડવોકેટ જનરલ બલદેવ રાજ મહાજને કહ્યું કે, ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી માટે એક અરજી આવી હતી. જેમાં અરજદારે કહ્યું હતું કે, 'ધરમ સિંહ ઘણા કેસોનો સામનો કરવાની સાથે તેમની પર EDની કાર્યવાહી પણ ચાલી રહી છે, જેને લઈને બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરાયું છે. પરંતુ તે ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે અને તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.'

આ પણ વાંચો : ‘સૌથી સુંદર દેખાતી યુવતીઓ...’ NCPના ધારાસભ્યએ ખેડૂતોનો ઉલ્લેખ કરી કર્યું વિવાદાસ્પદ નિવેદન

અગાઉ ગયા વર્ષે 25 જુલાઇના રોજ EDએ કથિત રિયલ એસ્ટેટ છેતરપિંડીથી સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે ધરમ સિંહ અને તેના પુત્ર સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDએ 2021માં ધરમ સિંહ સામે કેસ નોંધ્યો હતો.


Google NewsGoogle News