કેનેડાનાં હેલિફેક્સમાં વિમાન દુર્ઘટના લેન્ડીંગ ગીયર કામ ન કરતાં બેવી લેન્ડીંગ કરવું પડયું
24નું વર્ષ વિમાન દુર્ઘટનાઓ સાથે વિદાય લઈ રહ્યું છે
વિમાનનાં બંને એન્જિન્સ જમીન સાથે ઘસાયાં, સળગી ઊઠયાં સાથે વિમાન પણ સળગ્યું, પરંતુ તે પહેલાં તમામ ઉતારૂઓને ઉતારી લેવાયા
દક્ષિણ કોરિયાનાં યુયાનમાં રવિવારે સવારે બોઇંગ-૭૩૭-૮૦૦ વિમાનનાં લેન્ડીંગ ગીયર્સ કામ ન કરતાં તેને બેીલ-લેન્ડીંગ કરાવતાં ધડાકા સાથે સળગી ઉઠયું અને વિમાનમાં રહેલા ૧૮૧ પ્રવાસીઓ પૈકી માત્ર બે જ બચી શક્યા. આ ઘટનાની યાદ ભૂલાઈ નથી ત્યાં કેનેડાનાં દક્ષિણ પૂર્વનાં મહત્ત્વનાં શહેર અને બંદરગાહ હેલિફેક્સમાં એર કેનેડાનું વિમાન શનિવારે રાત્રે એરપોર્ટ પર ઉત્તરાણ કરવા ગયું ત્યારે તેના લેન્ડીંગ ગીયર્સ કામ ના કરતાં આખરે બેવી લેન્ડીંગ કરવું પડયું, પરંતુ પાયલોટે પહેલેથી જ ગ્રાઉન્ડ કંન્ટ્રોલને એલર્ટ કરી દેતાં અગ્નિશામકો અને ઉતરવાની સીડીઓ સહિત તમામ તૈયારીઓ પૂરી કરી દીધી હતી. વિમાન પેટે ઢસડાઈને (બેવિ લેન્ડીંગ-કરીને ઉભું રહ્યું કે તુર્ત જ વિમાનમાં વીઆઈપી પેસેન્જર્સ તથા જનરલ પેસેન્જર્સ એન્કલેના બારણાં ઊઘાડી નાખવામાં આવ્યા હતા. (વિમાનનાં બારણાં અંદરથી ઊઘાડી શકાતાં નથી તે સર્વવિવિદત છે) પેસેન્જર્સને ઝડપભેર ઉતારી મુક્યા ત્યાં વિમાનનાં એન્જિસ જે જમીન સાથે અથડાયાં હતાં તે સળગી ઊઠયાં અને આગ વિમાનને ઘેરી વળે તે પહેલાં પ્રવાસીઓને ઉતારી લેવાતાં એક પણ જાનહાની થઈ નથી. પાયલોટ્સ અને ક્રૂ પણ સહીસલામત ઉતરી શક્યા, ત્યાં આગે વિમાનને લપેટી લીધું.
નિરીક્ષકો આ પૂર્વે પણ થયેલી વિમાન દુર્ઘટનાઓ યાદ કરતાં કહે છે ૨૦૨૪નું વર્ષ વિમાન દુર્ઘટનાનું વર્ષ બની વિદાય લઈ રહ્યું છે ૨૦૨૫માં શું થશે તે કહી શકાય તેમ નથી. વિશ્વયુદ્ધના ભણકારા તો વાગી જ રહ્યાં છે.