Get The App

પોલીસકર્મી બનીને સિદ્ધૂ મૂસેવાલાને મારવાનો હતો પ્લાન, 2 વર્ષ બાદ શૂટર કેશવે કર્યો મોટો ખુલાસો

- મૂસેવાલાની આસપાસ ભારે સુરક્ષા ફોર્સ તૈનાત હોવાના કારણે ગેંગસ્ટર ગોલ્ડી બરાડે તમામ ગેંગસ્ટરોને મોટી સંખ્યામાં હથિયારો પૂરા પાડ્યા હતા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
પોલીસકર્મી બનીને સિદ્ધૂ મૂસેવાલાને મારવાનો હતો પ્લાન, 2 વર્ષ બાદ શૂટર કેશવે કર્યો મોટો ખુલાસો 1 - image


નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી 2024, બુધવાર

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં મોટો ખુલાસો થવાની સૂચના મળી છે. આ મામલે 2 વર્ષ બાદ મોટો ખુલાસો કરતા શૂટર કેશવે જણાવ્યું કે, પોલીસકર્મી બનીને મૂસેવાલાને મારવાની યોજના હતી. 2 મહિલાઓ ન મળવાને કારણે આ પ્લાન ગેંગસ્ટરો  દ્વારા ઘટનાસ્થળ પર જ બદલી નાખવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હત્યાકાંડમાં સામેલ શૂટર કેશવે પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો કે, હત્યાકાંડમાં સામેલ દીપક મુંડી અને પ્રિયવર્ત સહિત અન્ય તમામે મૂસેવાલા પર ફાયરિંગ કરવા પહેલા ડબવાલી ગામ ખેડાના ખેતરોમાં નિર્જન સ્થળ પર AK-47 અને બાકીની પિસ્ટોલ ચલાવીને ચેક કરી હતી અને ગેંગસ્ટર્સ પ્રિયવર્ત ફોજી તથા દીપક મુંડીએ ગ્રેનેડ લોન્ચર પણ ચલાવ્યુ હતું જેમાં તેઓ સફળ નહોતા થઈ શક્યા. ત્યારબાદ તેમણે તેને પેક કરીને મૂકી દીધુ હતું.

પોલીસકર્મી બનીને સિદ્ધૂ મૂસેવાલાને મારવાનો હતો પ્લાન

શૂટર કેશવે વધુમાં જણાવ્યું કે મૂસેવાલાની આસપાસ ભારે સુરક્ષા ફોર્સ તૈનાત હોવાના કારણે ગેંગસ્ટર ગોલ્ડી બરાડે તમામ ગેંગસ્ટરોને મોટી સંખ્યામાં હથિયારો પૂરા પાડ્યા હતા. આ સમય દરમિયાન યોજના બનાવવામાં આવી હતી કે, જગરૂપ રૂપા, જગ્ગુ ભગવાનપુરિયા, શૂટર મનપ્રીત સિંહ સહિત અન્ય ગેંગસ્ટર્સે પોલીસકર્મી બનીને આ ઘટનાને અંજામ આપવાના હતા. ગેંગસ્ટરોએ મૂસેવાલાના ઘરે જવા માટે પોલીસકર્મીનો તમામ સામાન ખરીદી લીધો હતો પરંતુ બે મહિલાઓ ન મળવાના કારણે સ્થળ પર જ આ યોજના બદલી નાખવામાં આવી હતી. આ માટે ગોલ્ડી બરાડે બે યુવતીઓને પણ તૈયાર કરી હતી જેમણે નકલી પત્રકાર બનીને મૂસેવાલાના ઘરે જવાનું હતું.

આ વચ્ચે જ્યારે ગેંગસ્ટર ગોલ્ડી બરાડને ખબર પડી કે મૂસેવાલાની પોલીસ સુરક્ષા હટાવી દેવામાં આવી છે ત્યારે તેણે શૂટર કેશવને ફોન કરીને કહ્યું કે, ફતેહાબાદથી તમામ શૂટર્સને લઈને માણસા આવી જાઓ. ત્યારબાદ શૂટર કેશવ ત્યાં ગયો અને  ગાડીમાં તમામ સાથીઓને લઈને માણસા પહોંચી ગયો હતો. કેશવે પોલીસને જણાવ્યું કે ખેતરોમાં તમામ આરોપીઓ હથિયાર ચેકિંગ બાદ 3 સ્કોર્પિયોમાં પંજાબી છોકરાઓ અને શૂટર મનપ્રીત મન્ના, જગરૂપ રૂપા અને બોલેરોમાં કેશવ, દીપક મુંડી, કશિશ ઉર્ફે કુલદીપ અને પ્રિયવર્ત ફોજી માણસા જવા રવાના થયા હતા. દરમિયાન સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા ત્રણ છોકરાઓ પોલીસનો યુનિફોર્મ લેવાનું કહેતા કારમાંથી ઉતરી ગયા હતા.


Google NewsGoogle News