નવેમ્બરમાં સ્નોફોલની મજા લેવા માંગો છો? તો આ જગ્યાઓ પર ફરવા જવાનો કરો પ્લાન

જો તમારે બરફની મજા લેવી હોય તો તમે લદ્દાખ જઈ શકો છો

કાશ્મીરમાં પણ કેટલીક જગ્યાઓ પર નવેમ્બર મહિનામાં બરફ વર્ષા થતી હોય છે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
નવેમ્બરમાં સ્નોફોલની મજા લેવા માંગો છો? તો આ જગ્યાઓ પર ફરવા જવાનો કરો પ્લાન 1 - image
Image Twitter 

તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર 

Snowfall November Month: નવેમ્બર મહિનો શરુ થવાનો છે. ઓક્ટોબરના મહિનામાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઠંડી પડવાની શરુ થઈ જાય છે. નવેમ્બર એવો મહીનો છે, જ્યાં કેટલીક જગ્યાએ તમને બરફ જોવા મળશે. આવતાં મહીનામાં થોડી રજાઓ મળવાની છે. તેવામાં જો તમે બરફનો આનંદ મેળવવા માંગતા હોવ તો આજે તમને તેવી જગ્યા વિશે વાત કરવાના છીએ કે તમે સ્નોફોલ એન્જોય ક્યા કરી શકો છો. 

નવેમ્બર મહીનામાં ક્યા થાય છે બરફ વર્ષા...

લદ્દાખ 

જો તમારે બરફની મજા લેવી હોય તો તમે લદ્દાખ જઈ શકો છો. તમે અહી ખૂબસુરત નજારો જોઈ શકો છો. અને સ્નોફોલનો એન્જોય પણ ખૂબ સારી રીતે કરી શકો છો. 

કાશ્મીર 

કાશ્મીરમાં પણ કેટલીક જગ્યાઓ પર નવેમ્બર મહિનામાં બરફ વર્ષા થતી હોય છે. આ મહિનામાં તમે બરફ વર્ષાનો આનંદ સાથે સાથે ત્યા સફરજનના બગીચાઓ પણ જોઈ શકો છો. અહી તમને વિવિધ પ્રકારના બગીચા જોવા મળશે.

કુફરી 

કુફરી એક એવુ હિલ સ્ટેશન છે, જે સિમલાની બિલકુલ નજીક આવેલ છે. ત્યા વિવિધ જગ્યાઓ પર સ્નોફોલની મજા માણી શકો છો. અહીનો બરફ વર્ષા જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો.

ઔલી

ઉત્તરાખંડમાં આવેલા આ હિલ સ્ટેશન પર જોરદાર બરફ વર્ષા માટે જાણીતો છે. તમે અહી બરફ વર્ષાની સરસ મજા માણી શકો છો. સ્કીંગના દિવાનાઓ માટે આ ખૂબ સરસ જગ્યા છે. અહી પર્યટન વિભાગ દ્વારા દર વર્ષે સ્પોર્ટસ કોમ્પિટિશન પણ થતી હોય છે. જે જોવા લાયક હોય છે. 

નવેમ્બરમાં સ્નોફોલની મજા લેવા માંગો છો? તો આ જગ્યાઓ પર ફરવા જવાનો કરો પ્લાન 2 - image


Google NewsGoogle News