રાજસ્થાનની એવી જગ્યાઓ જ્યાં રંગોથી નહીં પરંતુ અનોખી રીતે થાય છે હોળીની ઉજવણી
Image Twitter |
Holi Celebration 2025: રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં કેટલાક અનોખા રિવાજો જોવા મળી રહ્યા છે, જે હોળીનો ઉત્સાહ અનેક ગણો વધારી દે છે. અહીં આદિવાસી વિસ્તારના સમાજો તેમના રિવાજો અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. વાગડ પ્રદેશમાં વિવિધ સ્થળોએ આવા કેટલાક રિવાજો જોવા મળે છે. આ રિવાજોમાં સળગતા લાકડાથી એકબીજાને મારવા, અંગારા પર ચાલવાનું તેમજ ઝાડ પર બાંધેલા કપડાં ઉતારવા જેવા રિવાજો જોવા મળે છે. રાજસ્થાનના આદિવાસી વિસ્તારની આ અનોખી હોળી ત્યાની પરંપરા મુજબ આજે પણ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : હોળીએ શુક્ર મંગળનો શુભ સંયોગ બનશે, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે
સૂર્યોદય પહેલાં અંગારા પર ચાલવાની પરંપરા
ડુંગરપુરના કોકાપુર ગામમાં રંગોથી રમતાં પહેલા એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. હોલિકા દહન પછી, બીજા દિવસે સૂર્યોદય પહેલાં અંગારા પર ચાલવાની પરંપરા છે. તેનું ગેર નૃત્ય રજૂ કરવામાં આવે છે.
પથ્થરો અને લાકડીઓ ફેંકીને કરાય છે હોળીની ઉજવણી
રાજસ્થાનના ડુંગરપુરના ભિલુડા અને સાગવાડામાં પથ્થર અને લાકડીઓ ફેંકીને હોળીની ઉજવણી કરવાની પરંપરા છે. ભીલુડામાં ધુળેટીના દિવસે, રઘુનાથ મંદિર પાસે પથ્થર અને લાકડીઓથી હોળી ઉજવાય છે. સાગવાડા શહેરમાં ધુળેટીના બીજા દિવસથી પાંચમ સુધી વિવિધ વિસ્તારમાં આ રમત રમાય છે.
અહીં એકબીજા પર ફેંકવામાં આવે છે સળગતાં લાકડા
બાંસવાડાના ઘાટોલમાં હોળી દહન અને હોળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. અહીં સવારે ચાર વાગ્યે હોલિકા દહન કર્યા પછી બાંસફોધ સમુદાયના લોકો હોળીના અડધા બળેલા લાકડાને દોઢ ફૂટના ટુકડામાં કાપી નાખી છે. સવારે સાત વાગ્યે લાકડાના બે ભાગ કરવામાં આવે છે અને એકબીજા પર ફેંકવામાં આવે છે.