Get The App

‘ઈન્ડિયા AI મિશન’ને કેબિનેટની મંજૂરી, રૂ.10,371.92 કરોડ ખર્ચ કરશે સરકાર

મિશન દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમો અને ભાગીદારી બનાવી ટેકનોલોજી ક્ષેત્રે નવીનતાને ઝડપી બનાવશે તેમજ ઈકોસિસ્ટમને પણ મજબૂત કરશે

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
‘ઈન્ડિયા AI મિશન’ને કેબિનેટની મંજૂરી, રૂ.10,371.92 કરોડ ખર્ચ કરશે સરકાર 1 - image


India Ai Mission : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet)ની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, કેબિનેટની બેઠકમાં પાંચ વર્ષમાં 10,371.92 કરોડ રૂપિયાના ખર્ચે ‘ઈન્ડિયા AI મિશન’ને મંજૂરી અપાઈ છે. આ મિશન દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમો અને ભાગીદારી બનાવી ટેકનોલોજી ક્ષેત્રે નવીનતાને ઝડપી બનાવશે તેમજ ઈકોસિસ્ટમને પણ મજબૂત કરશે.

મિશન ઉદ્યોગોનો પણ સક્ષમ બનાવશે

ગોયલે કહ્યું કે, મિશન હેઠળ કોમ્પ્યુટરથી તમામ ક્ષેત્રમાં પહોંચ વધારવા ઉપરાંત ડેટા ગુણવત્તામાં સુધારો, સ્વદેશી એઆઈ ક્ષમતાઓનો વિકાસ કરવો, ટૉપ એઆઈ પ્રતિભાઓને આકર્ષિક કરાશે. આ મિશન ઉદ્યોગોનો પણ સક્ષમ બનાવશે. આ મિશન ભારતના એઈઆઈ ઇકોસિસ્ટમના જવાબદાર, સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપશે. એઆઈ મિશન ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન (DIC) હેઠળ ‘ઈન્ડિયાઆઈ’ ઈન્ડિપેન્ડન્ટ બિઝનેસ ડિવિઝન (IBD) દ્વારા અમલમાં આવશે.

ઉજ્જવલા યોજનાની સબસિડીનો લાભ વધુ એક વર્ષ લંબાવાયો

આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી યોજના એક વર્ષ વધુ લંબાવવાનો અને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.  કેબિનેટે આજે નાણાંકીય વર્ષ 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ 31 માર્ચ-2025 સુધી સબસિડી આપવામાં આવશે. કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA Hike)માં ચાર ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ 48.67 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરોને લાભ થશે.


Google NewsGoogle News