ખેડૂતો અને કલાકારો આનંદો! કેન્દ્રીય મંત્રીની મહત્ત્વની જાહેરાત, 10 હજાર નવા GI ટેગ આપવામાં આવશે
GI Tag: દેશના ખૂણે-ખૂણે ખાસ ઓળખ ધરાવતા પાક, સામાન અને કૌશલ્યને પ્રોત્સહાન આપવા માટે સરકારે GI ટેગ ધરાવતા ઉત્પાદનોને વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે GI રજિસ્ટ્રેશન ધરાવતા ઉત્પાદનોની સંખ્યા વર્ષ 2023 સુધી 605થી વધારીને 10 હજાર સુધી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. પિયુષ ગોયલે કહ્યું કે, વર્ષ 2030 સુધી GI રજિસ્ટ્રેશનને 10 હજાર સુધી લઈ જવાના પ્રયાસની દેખરેખ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. આપણી આકાંક્ષા એવી હોવી જોઈએ કે, આવનારા પાંચ વર્ષોમાં આપણે GIની વાત દરેક રાજ્ય અને દરેક જિલ્લા સુધી લઈ જઈ શકીએ.
શું હોય છે GI ઉત્પાદન?
GI ઉત્પાદકો કોઈ ખાસ ભૌગોલિક વિસ્તારમાં પેદા થતાં કૃષિ, પ્રાકૃતિક અથવા માનવ નિર્મિત ઉત્પાદન (હસ્તકલા અને ઔદ્યોગિક સામાન) હોય છે. સામાન્ય રીતે કોઈ ઉત્પાદન સાથે લાગેલો જીઆઈ ટેગ તેની ગુણવત્તા અને વિશેષતાને લઈને ગ્રાહકને આશ્વાસન પૂરું પાડે છે.
પિયુષ ગોયલે'GI સમાગમ'માં કહ્યું કે, 'આપણી પાસે આગળ વધવા માટે એક ખૂબ જ મહત્ત્વકાંક્ષી યોજના છે... અમે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે, અમારી પાસે 10 હજાર જીઆઈ રજિસ્ટ્રેશન થવા જોઈએ.'
વાણિજ્ય મંત્રીએ સરકારી ખરીદી પોર્ટલ GEM ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ ઉત્પાદનોનો પ્રચાર કરવાનું સૂચન કર્યું છે. આ વિશે વધુ વાત કરતાં ગોયલે જણાવ્યું હતું કે, પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્કના કંટ્રોલર જનરલના ઑફિસના કર્મચારીઓને મજબૂત બનાવવા માટે વધુ લોકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ઑફિસમાં એક હજાર લોકો કામ કરવાના છે. જેમાંથી, 500 લોકોને પહેલેથી જ નોકરી પર રાખી દેવાયા છે અને આવનારા એક અથવા બે વર્ષમાં 500 અન્ય લોકો જોડાશે.
આ પણ વાંચોઃ VIDEO : બિહારમાં સરકારી બાબુને ત્યાં નોટોનો ઢગલો પકડાયો, બંડલ ગણવા મશીન મંગાવવા પડ્યા
GI ટેગવાળા પ્રખ્યાત ઉત્પાદનોમાં બાસમતી ચોખા, દાર્જિલિંગની ચા, ચંદેરી કપડું, મૈસુર સિલ્ક, કુલ્લુની સાલ, કાંગડા ચા, તંજાવુર પેઇન્ટિંગ, લખનૌની જરદોસી, પાટણનું પટોળું વગેરેનો સમાવેશ થાય છે. ગોયલે કહ્યું કે, GI માર્ક માટે જરૂરી IPR (Intellectual Property Rights) ક્લિયરન્સ મેળવવા માટેની પ્રક્રિયાઓને પણ સરળ બનાવવામાં આવી છે. એકવાર કોઈ ઉત્પાદનને GI ટેગ મળી જાય, પછી કોઈપણ વ્યક્તિ કે કંપની તે નામવાળું ઉત્પાદન વેચી શકશે નહીં.