Get The App

વાઘના દહેશતના કારણે વનવિભાગે બંધ કર્યો પીલીભીતનો આ રસ્તો

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
વાઘના દહેશતના કારણે વનવિભાગે બંધ કર્યો પીલીભીતનો આ રસ્તો 1 - image

iMAGE; FREEPIK 

નવી દિલ્હી,તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લા છેલ્લા ઘણા મહિનાઓથી, બંકટી વિસ્તારની આસપાસના ડઝનેક ગામોમાં વાઘ ફરતા જોવા મળે છે. તાજેતરના મૃત્યુના સમાચાર પણ રોજના જાણે થઇ ગયા છે. પરંતૂ હવે લોકો પહેલા કરતા વધુ ડરી ગયા છે. આવી સ્થિતિમાં હવે વન વિભાગે મહોફ ગામ તરફ જતા રસ્તા પર બેરિકેડ કરીને ટુવ્હીલર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

તાજેતરમાં પીલીભીતથી 10 કિલોમીટર દૂર આવેલા પંડારી ગામમાં શૌચ કરવા ગયેલા એક યુવકનું વાઘના હુમલામાં મોત થયું હતું. છેલ્લા છ મહિનાથી વાઘની હાજરી જોવા મળી રહી છે.

યુવકના મોત બાદ ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદથી ગ્રામજનો ભયભીત છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં 4 વાઘ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રસ્તા પર નીકળવું ગ્રામજનોના જીવ માટે જોખમ બની રહે છે.

એક તરફ ગ્રામજનો 4 વાઘ હોવાની વાત કહી રહ્યા છે. આ વિસ્તારમાં બે વાઘ ફરતા જોવા મળ્યા હોવાની વાતને વન વિભાગે પણ સમર્થન આપ્યું છે. આવા સંજોગોમાં ગ્રામજનોની સલામતીને ધ્યાનમાં રાખીને મહોફ ગામ તરફ જતા મહોફ રેન્જના જંગલમાંથી પસાર થતા રસ્તા પર બેરીકેટ લગાવીને ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર બે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

સમગ્ર મામલાની વધુ માહિતી આપતા પીલીભીત ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર નવીન ખંડેલવાલે કહ્યું કે, મહોફ રેન્જને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં બે વાઘની હાજરી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણોસર ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


Google NewsGoogle News