અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની બીજી એક મૂર્તિ પણ સ્થપાશે, જુઓ તસવીર
ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી
Ram Mandir Ayodhya: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો. દેશભરમાં લોકોએ સોમવારની સાંજ દિવાળી જેમ મનાવી. રામલલા બિરાજમાન થયાના અવસર પર લોકોએ ઘરોમાં દીવો અને ફટકડાં ફોડ્યા હતા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. ત્યારે રામલલાની વધુ એક મૂર્તિની તસવીર સામે આવી છે. ગર્ભ ગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી. શાસ્ત્રોમાં વર્ણન છે કે, 'નિલાંબુજ શ્યામમ કોમલાંગમ...'એટલે કે, શ્યામ રંગની જ શ્રીરામની મૂર્તિને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરાઈ છે. ત્યારે, સત્ય નારાયણ પાંડેની બનાવેલી બીજી મૂર્તિ જે શ્વેત રંગની છે. આ મૂર્તિને પણ મંદિરમાં રામ મંદિર સ્થાપિત કરાશે.
બીજી મૂર્તિની વિશેષતા
રામલલાની બીજી મૂર્તિ શ્વેત રંગની છે. ભગવાન રામના ચરણોમાં હનુમાનજી પણ બિરાજમાન છે, જ્યારે ચારે બાજુ ભગવાન વિષ્ણુના 10 અવતારો છે. પહેલા મત્સ્ય, બીજા કૂર્મ, ત્રીજા વરાહ, ચોથા નરસિંહ,પાંચમાં વામન,છઠ્ઠા પરશુરામ,સાતમાં રામ, આઠમાં કૃષ્ણ, નવમાં બુદ્ધ અને દસમો કલ્કિ અવતાર છે.
ભગવાન રામની જૂની મૂર્તિ ક્યાં રાખવામાં આવી છે?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે, 'રામલલાની જૂની મૂર્તિ, જે અગાઉ અસ્થાયી મંદિરમાં રાખવામાં આવી હતી, તેને નવી 51 ઇંચની મૂર્તિની સામે મૂકવામાં આવી છે. જૂની મૂર્તિનું ખૂબ મહત્ત્વ છે. તેની ઊંચાઈ પાંચથી છ ઈંચ છે અને તે 25થી 30 ફૂટના અંતરેથી દેખાતી નથી.'