Get The App

PM મોદી અને ખડગેની તસવીર વાઇરલ... સંસદમાં દેખાતી ખટાશથી એકદમ અલગ જ દૃશ્ય!

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
PM મોદી અને ખડગેની તસવીર વાઇરલ... સંસદમાં દેખાતી ખટાશથી એકદમ અલગ જ દૃશ્ય! 1 - image


PM Modi and Kharge's photo goes viral : આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે સંસદ પરિસરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : શું દેશની સંસદમાં પૈસા લઈ જવા ગુનો છે? રાજ્યસભામાં કેમ થયો હોબાળો, જાણો નિયમ

આ વીડિયોમાં બંને નેતાઓ એકબીજા સાથે હસી-હસીને વાત કરી રહ્યા છે. પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા સ્પીકર ઓમ બિરલા આ વીડિયોમાં જોઈ શકાય છે.



આ વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીનો હાથ પકડીને હસતા જોઈ શકાય છે. બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે અને વચ્ચે હસતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સંસદ પરિસરનો છે, જ્યાં 69માં મહાપરિનિર્વાણ દિવસના અવસર પર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ખેડૂતોએ કેન્દ્ર સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ, મીટિંગ કરો નહીંતર ફરી કરીશું દિલ્હી કૂચ

કેમ ઉજવવામાં આવે છે મહાપરિનિર્વાણ દિવસ ?

ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિએ દર વર્ષે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા હતા. સ્વતંત્રતા પછી ભારતીય બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના તેઓ સાત સભ્યોમાંના એક હતા. 1990માં આંબેડકરને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબા સાહેબ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં તેમના ઘરે અવસાન થયું હતું.


Google NewsGoogle News