પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો, સામાન્ય જનતા માટે સરકારે કરી તૈયારી
ઓઈલ મંત્રાલય પહેલાથી જ ઓએમસીની સાથે ક્રુડ ઓઈલ વિરુદ્ધ છુટક કિંમતની સ્થિતિ પર ચર્ચા કરી
લોકસભા ચૂંટણી પહેલા ભાવ ઘટાડાનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોચાડે તેવી ચર્ચાઓ
Image Envato |
તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર
Petrol Diesel Price : સામાન્ય નાગરિકોને ખુબ જ જલ્દીથી એક ખુશખબરી મળી શકે છે. આ ખુશખબરીમાં એવા સમાચાર છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકાય છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકારે 2024 ની લોકસભા ચૂંટણી પહેલા વૈશ્વિક કાચા તેલની કિંમતોમાં આવેલ ઘટાડોના લાભ સામાન્ય નાગરિકો સુધી પહોચાડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષથી પેટ્રોલ- ડીઝલના ભાવ સ્થિર છે અને હવે તેમા ઘટાડો કરી શકાય તેવી આશા છે.
શું છે સમગ્ર અહેવાલ
વર્ષ 2022માં પેટ્રોલ પર રુપિયા 17 પ્રતિ લીટર અને ડીઝલ પર રુપિયા 35 પ્રતિ લીટરના નુકસાન હોવા છતાં ઓએમસી હાલમાં પેટ્રોલ પર 8-10 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3-4 રુપિયા પ્રતિ લીટરનો લાભ કમાઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ઓઈલ મંત્રાલય પહેલાથી જ ઓએમસીની સાથે ક્રુડ ઓઈલ વિરુદ્ધ છુટક કિંમતની સ્થિતિ પર ચર્ચા કરી લીધી છે. રિપોર્ટમાં આગળ કહ્યું છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હવે વધારે નફો કમાઈ રહી છે. એટલે સરકાર હવે લોકોને થોડી રાહત આપવા માટે આ મામલે ચર્ચાઓ શરુ કરી છે. નાણા મંત્રાલય અને ઓઈલ મંત્રાલય વર્તમાન પરિસ્થિતિ પર ક્રુડ ઓઈલની કિંમત પર વિચાર કરી રહી છે. રિપોર્ટમાં એ પણ કહ્યુ છે કે, OMCની નફા સાથે વૈશ્વિક કારણો પર પણ ચર્ચા કરી રહી છે.
ઓછું થયું છે OMCનું નુકસાન
છેલ્લા ત્રણ મહિનાઓમાં મજબુત નફાના કારણે ઓએમલસીનું કુલ નુકસાન ઓછુ થયુ છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, ત્રણ OMC - IOC, HPCL અને BPCL નો સંયુક્ત નફો છેલ્લા ત્રણ મહિનાઓમાં 28000 કરોડ રુપિયા રહ્યો હતો. જેમા ઓએમસીની રિકવરી પુરી થઈ ગઈ છે, એટલે સરકાર વિચારી રહી છે કે, વપરાશકર્તાઓને તેનો લાભ મળવો જોઈએ.
આ અઠવાડિયાની શરુઆતમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે
તો આ બાજુ આ અઠવાડિયાની શરુઆતમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મિંટના એક એનાલિસિસમાં અહેવાલ હતા કે, ઓઈલના ભાવ ઘટતાથી ભારતને ફુગાવો ઘટાડવામાં મદદ મળશે.