Get The App

'તારું માથું વાઢી નાખીશું...' અજમેર દરગાહને શિવ મંદિર ગણાવનારા અરજદારને મળી ધમકી

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
'તારું માથું વાઢી નાખીશું...' અજમેર દરગાહને શિવ મંદિર ગણાવનારા અરજદારને મળી ધમકી 1 - image


vishnu gupta receives death threat: ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાનો મસ્જિદ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાજસ્થાનમાં અજમેર શરીફનો નવો વિવાદ શરૂ થઈ ગયો છે. અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવનારી અરજીને સ્થાનિક કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પણ પાઠવી  છે. ત્યારે હવે અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં સંકટ મોચન મહાદેવ મંદિર વિવાદ કેસના અરજદાર અને હિન્દી સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને  જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિષ્ણુ ગુપ્તાને 'માથું વાઢી નાખવા'ની ધમકી આપવામાં આવી છે. આ અંગે વિષ્ણુ ગુપ્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અજમેર દરગાહનો કેસ દાખલ કરીને તેં બહું મોટી ભૂલ કરી છે

વિષ્ણુ ગુપ્તાએ જણાવ્યું કે, એક ધમકીભર્યો કોલ કેનેડાથી અને બીજો ભારતથી આવ્યો છે. ધમકી આપનાર કોલરે કહ્યું કે, 'તારું ગળું કાપી નાંખીશું. અજમેર દરગાહનો કેસ દાખલ કરીને તેં બહું મોટી ભૂલ કરી છે.'

પોતાના મંદિર પર દાવો કરવા માટે કોર્ટમાં જવું એ અમારો અધિકાર છે

તેમણે નવી દિલ્હીના બારાખંબા રોડ પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે, 'હું કહેવા માગુ છું કે અમે આવી ધમકીઓથી ડરવાના નથી. અમે કાયદા હેઠળ કામ કરી રહ્યા છીએ.' તેમણે આગળ કહ્યું કે, 'પોતાની વાત કહેવા માટે અને પોતાના મંદિર પર દાવો કરવા માટે કોર્ટમાં જવું એ અમારો અધિકાર છે. અમે કોર્ટ દ્વારા અમારું મંદિર પાછું લઈને રહીશું. અજમેરની આ દરગાહ સંકટ મોચન મહાદેવનું મંદિર હતું, છે અને રહેશે.'

આ પણ વાંચો: અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો, કોર્ટે અરજી મંજૂર કરી તમામ પક્ષકારોને મોકલી નોટિસ

શું છે સમગ્ર મામલો

રાજસ્થાનના અજમેરની કોર્ટ એ અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર છે. આ અરજી હિન્દુ સેનાના નેતા વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ મામલે અજમેર કોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, દરગાહ સમિતિ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને પણ નોટિસ પાઠવી છે.

આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થશે. આ અરજી સપ્ટેમ્બરમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અજમેર શરીફની દરગાહમાં શિવ મંદિર છે. અરજીમાં ફરીથી પૂજા શરૂ કરવા નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.


Google NewsGoogle News