Get The App

પૂર્વ CM કેસીઆર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારને ચપ્પાંના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
k-chandrasekhar-rao


K Chandrasekhar Rao: તેલંગાણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર રાવ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર વ્યક્તિની હત્યા થઇ ગઈ છે. કાલેશ્વરમ પ્રોજેક્ટ હેઠળ મેદીગડ્ડા બેરેજના નિર્માણમાં તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને અન્ય લોકો સામે ભ્રષ્ટાચારના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે જે વ્યક્તિએ આરોપ લગાવ્યો છે તેની જયશંકરની ભૂપલપલ્લી નગરમાં હત્યા કરવામાં આવી છે.

પૂર્વ CM  કેસીઆર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારની હત્યા 

કે. ચંદ્રશેખર રાવ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર જયશંકર બુધવારે ભૂપલપલ્લી નગરમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ગુરૂવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી, પરંતુ આ પહેલા જ તેની હત્યા થઇ ગઇ હતી. આ કેસની પ્રાથમિક તપાસના આધારે પોલીસે કોઈ રાજકીય એંગલ હોવાની વાતને નકારી કાઢી છે. જોકે તેમનું મૃત્યુ કુદરતી નહોતું પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી.

જમીન વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં થઇ હત્યા 

આ મામલે એવો દાવો કરવામાં આવ્યો છે કે 50 વર્ષીય જયશંકર પર જમીન વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં તેના પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. તેના પર બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. 

બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે સાંજે 7:30 વાગ્યે જયશંકર જ્યારે મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. હુમલા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે હત્યાનો કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જમીનનો વિવાદ બહાર આવ્યો છે.

આ પણ વાંચો: UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન

જયશંકરે વર્ષ 2023માં પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેણે કોર્ટ પાસે માંગ કરી હતી કે કેસીઆર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલા અન્ય કેટલાક લોકો સામે પણ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. કેસીઆરના ભત્રીજા સામે પણ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. ટી. હરીશ રાવ સાથે કેસીઆરએ તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને સેશન્સ જજ દ્વારા આપવામાં આવેલા આદેશને સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું. નીચલી કોર્ટે તેની સામે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેની સામે કેસીઆર હાઈકોર્ટમાં ગયા હતા.

પૂર્વ CM  કેસીઆર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારને ચપ્પાંના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો 2 - image


Google NewsGoogle News