Get The App

કોરોના કાળમાં મૃત્યુ પામ્યો હતો વ્યક્તિ: જીવિત થવાની આશાએ પરિવારે 17 મહિના સુધી મૃતદેહને ઘરમા રાખ્યો

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
કોરોના કાળમાં મૃત્યુ પામ્યો હતો વ્યક્તિ: જીવિત થવાની આશાએ પરિવારે 17 મહિના સુધી મૃતદેહને ઘરમા રાખ્યો 1 - image


- મૃત્યુ પામેલા વિમલેશની બેંક મેનેજર પત્ની મિતાલી દીક્ષિત આજ સુધી મૃતદેહની સેવા કરી રહી હતી

કાનપુર, તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર

ડોકટરોની નજરમાં આ અત્યધિક પ્રેમ માનસિક સ્થિતિમાં બદલાવાનો કિસ્સો છે. એપ્રિલ 2021માં કોરોના કાળમાં મૃત્યુ પામેલા વિમલેશની બેંક મેનેજર પત્ની મિતાલી દીક્ષિત આજ સુધી સેવા કરી રહી હતી. આખું ઘર દરરોજ ગંગાજળ મિશ્રિત પાણીથી મૃતદેહને લૂછતા હતા. કપડાં બદલાવતા હતા. બાળકો મૃતદેહને વીંટળાઈને ભગવાનને તેમના પિતાના સારા થવાની પ્રાર્થના કરતા હતા. માતા-પિતા અને ભાઈઓ મૃતદેહને ઓક્સિજન આપતા હતા અને આખો પરિવાર રાહ જોતો હતો કે એક દિવસ વિમલેશ ઉભો થશે.

17 મહિનાથી તેના પિતા રામૌતર, માતા રામદુલારી, પત્ની મિતાલી દીક્ષિત, પુત્ર સંભવ (4) અને પુત્રી દ્રષ્ટિ (18 મહિના), ભાઈઓ સુનીલ અને દિનેશ અને તેમની પત્નીઓ 17 મહિનાથી વિમલેશના મૃતદેહ સાથે રહેતા હતા. બધા માનતા હતા કે, વિમલેશ જીવિત છે માત્ર કોમામાં હતો. એક દિવસ તે સ્વસ્થ થઈને ઉભો થશે. બેંકમાં જતા પહેલા સહકારી બેંકના મેનેજર મિતાલી રોજ મૃતદેહને સ્પર્શ કરતી હતી. માથા પાસે બેસીને તેને નિહારતી હતી. તે તેના માથા પર હાથ મૂકતી અને તેને કહેતી કે, હું જલ્દી ઓફિસેથી પાછી આવી જઈશ. તે કંઈ ખાઈ-પીઈ નહોતો રહ્યો પરિવારના સભ્યો તેની પણ અવગણના કરી રહ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે, તેના હૃદયના ધબકારા ચાલુ હતા. બાળકો શરીર પાસે રમતા હતા. તેને સ્પર્શ કરતા હતા. માતા-પિતા પણ તેની દેખરેખ રાખતા હતા. દીકરો રોજ ભગવાન સમક્ષ હાથ જોડીને બીમાર પિતાના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરતો. જ્યારે ભાઈઓ તેમના કામ પરથી પાછા ફરતા ત્યારે તેઓ આવીને વિમલેશની તબિયત વિશે પૂછતા. વિમલેશના મૌન છતાં તેઓ તેને જીવિત માનતા હતા.

કોરોના કાળમાં મૃત્યુ પામ્યો હતો વ્યક્તિ: જીવિત થવાની આશાએ પરિવારે 17 મહિના સુધી મૃતદેહને ઘરમા રાખ્યો 2 - image

કેમિકલ વગર મૃતદેહને સુરક્ષિત ન રાખી શકાય

17 મહિના પહેલા થયેલા મોત બાદ વિમલેશનો મૃતદેહ સુરક્ષિત રહ્યો હતો. પરંતુ વિશ્વમાં કેમિકલ વગર કોઈ પણ મૃતદેહ સુરક્ષિત રહેવાનો કોઈ રેકોર્ડ નથી. વિમલેશના શરીર પર આવા કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનો દાવો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ તે નિષ્ણાતોની સમજની બહાર છે.

જીએસવીએમ મેડિકલ કોલેજના એનાટમી વિભાગના પ્રોફેસર ડો. પ્રમોદ કુમારનું કહેવું છે કે, મેડિકલ સ્ટૂડન્ટસ જે કેડબેર પર ડિસેક્શન કરે છે તેને ફોર્મેલિન, ગ્લિસરીન અને કાર્બોલિક એસિડનું લેપ લગાવવામાં આવે છે. આ પ્રક્રિયાથી કોઈ પણ મૃતદેહને યથાવત રાખી શકાય છે પરંતુ આ લેપ કે, ફાર્મેલિન ન લગાવવામાં આવે તો કોઈ પણ મૃતદેહને સુરક્ષિત ન રાખી શકાય. ચાર દિવસ પછી માંસ સડવા લાગે છે. સાત દિવસ પછી તેમાં કીડા પડી જાય છે.

કેમિકલનું રહસ્ય ન ખુલ્યું

તે રહસ્ય હજુ નથી ખુલ્યુ કે, અંતે પરિવારે મૃતદેહમાં કયા કેમિકલનો પ્રયોગ કર્યો હતો? ડોક્ટર્સનું કહેવું છે કે, કેમિકલનો ઉપયોગ કર્યા વિના મૃતદેહમાંથી તીવ્ર ગંધ આવે છે. મહોલ્લાના લોકોને તેની જાણ થઈ જાત. સીએમઓ અને પોલીસ અધિકારીઓએ કહ્યું કે, પરિવારમાંથી કોઈ પણ કેમિકલનો ઉપયોગની વાત સ્વીકારી નથી રહ્યું. કેમિકલ વગર ડેડ બોડી કેડબરર (પ્રિઝર્વ્ડ ડેડ બોડી) સ્થિતિમાં પહોંચી શકતી નથી.

તેના ધબકારા ચાલુ હતા તો તેના અંતિમ સંસ્કાર કઈ રીતે કરવા

પિતા રામ ઔતારનું કહેવું છે કે, પુત્રના ધબકારા ચાલુ હતા. બે વખત મશીનમાં પણ જોયા હતા. ઓક્સિજન સિલેન્ડર પણ લગાવવામાં આવતું હતું. હવે આવી સ્થિતિમાં તેને કઈ રીતે તેને મૃત સમજીને અંતિમ સંસ્કાર કરી દઈએ. ભાઈ સુનિલ અને દિનેશે કહ્યું કે, અમે ભાઈને બચાવવાનો દરેક શ્કય પ્રયત્ન કરી રહ્યા હતા. અમને ચમત્કારની આશા હતી. 

વિમલેશ 17 મહિના સુધી નોકરી પર ન ગયો હોવાથી વિભાગે તપાસ શરૂ કરી હતી. જ્યારે એક ટીમને ઘરે મોકલવામાં આવી ત્યારે પરિવારે તેને બહારથી જ પરત મોકલી દીધી હતી. 30 ઓગસ્ટના રોજ જેડએઓ, CBDT પીબી સિંહે CMOને પત્ર લખીને તપાસ કરવા કહ્યું હતું. સીએમઓએ ડીએમને પત્ર લખ્યો હતો. ત્યારબાદ પોલીસની સાથે મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી. પરિવારનું આ ટીમ સાથે પણ ઘર્ષણ થયું હતું. અડધો કલાક સુધી સમજાવ્યા બાદ ટીમ મૃતદેહને મેડિકલ કોલેજ લાવવામાં સફળ રહી હતી. સાથે પત્ની મિતાલી અને બાળકોને છોડીને આખો પરિવાર પણ આવ્યો હતો. અહીં પણ તેઓ વિમલેશને જીવિત ગણાવતા રહ્યા. તપાસમાં મૃત જાહેર થયા બાદ પરિવારજનોએ લેખિતમાં જણાવ્યું કે, તેઓ પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા નથી. આખરે પોલીસે અંતિમ સંસ્કાર કરવાની સૂચના સાથે લાશ પરિવારજનોને સોંપી હતી. બે જવાનોને સાથે મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવાર મૃતદેહ સાથે ગુમ થઈ ગયો હતો. મુશ્કિલથી પોલીસે તેમની શોધ કરી અને ભૈરોઘાટ વિદ્યુત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાવી દેવામાં આવ્યા હતા.



Google NewsGoogle News