Get The App

'મને મોતની સજા આપી દો, ત્રાસથી થાકી ગયો છું', જજની સામે રડી પડ્યો દોષિત, જાણો સમગ્ર મામલો

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
'મને મોતની સજા આપી દો, ત્રાસથી થાકી ગયો છું', જજની સામે રડી પડ્યો દોષિત, જાણો સમગ્ર મામલો 1 - image


Periya Double Murder Case: કેરળની સ્પેશિયલ CBI કોર્ટે શનિવારે પેરિયા ડબલ મર્ડર કેસમાં ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં એક દોષિત ચુકાદો સંભળાવ્યા બાદ રડી પડ્યો હતો. આરોપી સુરેન્દ્રન ઉર્ફ વિષ્ણુ સૂરાએ જજને કહ્યું કે, તેને મોતની સજા આપી દેવામાં આવે, તે ત્રાસથી કંટાળી ગયો છે.

સુરેન્દ્રન તે 14 લોકોમાં સામેલ છે, જેમને કાસરગોડ જિલ્લાના પેરિયાના કલ્લિયોટમાં બે યુવાન કોંગ્રેસ કાર્યકર્તાઓ કૃપેશ અને સરથલાલની હત્યાથી સંબંધિત કેસમાં અલગ અલગ આરોપો હેઠળ દોષિત સાબિત થયા છે. જણાવી દઈએ કે, સુરેન્દ્રન મુખ્ય દોષી અને સીપીએમ નેતા પીતામ્બરનના સાથી છે અને તેના પર દેખરેખ અને ષડયંત્ર રચવાનો આરોપ છે.

'મને મોતની સજા આપી દો, ત્રાસથી થાકી ગયો છું', જજની સામે રડી પડ્યો દોષિત, જાણો સમગ્ર મામલો 2 - image
આરોપી સુરેન્દ્રન

'મને મોતની સજા આપી દો'

જ્યારે જજે દોષિતોને પૂછ્યું કે, શું તેમને ચુકાદા અંગે કંઈક કહેવું છે. ત્યારે સુરેન્દ્રને ભાવુક દલીલ કરતા જજને કહ્યું કે, 'હું મોતની સજા આપવા માગુ છું. હું અસહ્ય ત્રાસ સહી ચૂક્યો છું. પ્લીઝ મને પોતાનું જીવન સમાપ્ત કરવા દ્યો.'

2019માં બે કોંગ્રેસ કાર્યકર્તાઓની કરાઈ હતી હત્યા

સત્તાધારી ભારતીય કમ્યુનિષ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ને મોટો ઝટકો આપતા કોચ્ચિની એક CBI કોર્ટે શનિવારે પૂર્વ પાર્ટી ધારાસભ્ય કેવી કુન્હીરામન સહિત 14 પાર્ટી કાર્યકર્તાઓ 2019માં બે ભારતીય યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓની રાજકીય હત્યાના મામલે દોષિત ઠેરવ્યો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, સતત ત્રીજી દીકરી જન્મતા પત્નીને પેટ્રોલ છાંટી સળગાવી નાખી

કોર્ટે 24 આરોપીઓમાંથી 14ને દોષિત ઠેરવ્યો

આ કેસ ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકર્તા કૃપેશ અને સરથાલની હત્યાથી જોડાયેલા છે, જેની ફેબ્રુઆરી 2019માં કાસરગોડના પેરિયામાં હત્યા કરી દેવાઈ હતી. ફરિયાદી પક્ષે 24 લોકોને કથિત આરોપી બનાવ્યા હતા, પરંતુ CBI કોર્ટે તેમાંથી 14ને દોષિત ગણ્યા અને 10 અન્યને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે સજા 3 જાન્યુઆરીએ સંભળાવવામાં આવશે.

દોષિત સાબિત થયેલા લોકોમાં ઉડુમાના પૂર્વ ધારાસભ્ય કેવી કુન્હિરમન જે સીપીઆઈ(એમ) કાસરગોડ જિલ્લા સચિવાલયના સભ્ય પણ છે, સીપીઆઈ (એમ) પેરિયા સ્થાનિક સમિતિના સભ્ય એપી પીતામ્બરન, કન્હાનગઢ બ્લોક પંચાયત સભ્યના મણિકંદન, પૂર્વ સ્થાનિક સમિતિ સચિવ એન બાલાકૃષ્ણન અને સ્થાનિક નેતા રાઘવન વેલુથોલી અને સાજી જોર્જો સામેલ છે.

કેરળમાં 2019માં ડબલ મર્ડરથી હડકંપ મચ્યો હતો

2019ની લોકસભા ચૂંટણીના બે મહિના પહેલા ભારતીય યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓના ડબલ મર્ડરથી કેરળમાં હડકંપ મચ્યો હતો. રાજ્ય પોલીસે રાજનેતાઓની હત્યાની તપાસ કરી હતી, પરંતુ પીડિતોના પરિવારે CBI તપાસની માગ કરતા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. માકપાએ દાવો કર્યો હતો કે, પાર્ટી કાર્યકર્તાઓ તેમાં સામેલ ન હતા, જ્યારે પાર્ટીની જ સરકારે પણ CBI તપાસનો આકરો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: 2 હજાર વાહનો ફસાયા, અટલ ટનલ બંધ, ફ્લાઇટ રદ... હિમાચલ-જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું

2021માં રાજ્ય સરકારે CBI તપાસને પડકારી

ડિસેમ્બર 2021માં રાજ્ય સરકારે CBI તપાસને પડકરા આપતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા પરંતુ તેમની અરજી ફગાવી દેવાઈ હતી. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા CBI તપાસના આદેશ અપાયા બાદ પણ રાજ્ય પોલીસે શરૂ કેસ ફાઈલ અને માહિતી CBIને સોંપવાનો ઇનકાર કરી દીધો હતો, જો કે અંતે કોર્ટના નિર્દેશ પર આવું કર્યું.

17 ફેબ્રુઆરી, 2019ની તે રાત્રે શું થયું?

17 ફેબ્રુઆરી, 2019ની રાત્રે યુવા કોંગ્રેસના કાર્યકર્તા એક સ્થાનિક મંદિર ઉત્સવથી જોડાયેલી બેઠકમાં ભાગ લીધા બાદ ટુવ્હીલર વાહનથી પરત ફરી રહ્યા હતા, જ્યારે સ્થાનિક સીપીઆઈ(એમ) નેતાઓ સહિતની ગેંગે બંનેને ઘેરી લીધા અને હત્યા કરી નાખી. કૃપેશનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે સરથલાલને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા.


Google NewsGoogle News