રાહુલ ગાંધીનો કુલી અવતાર, લાલ શર્ટ અને બાવડામાં બેચ જોઇને લોકો ચોંકી ગયા

રેલવે સ્ટેશન પર કોઇ મુસાફરનો સામાન પણ માથા પર ઉપાડી લીધો

કોંગ્રેસ નેતાએ દરમિયાન કુલીનો પહેરવેશ પહેરીને મુલાકાત લીધી

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
રાહુલ ગાંધીનો કુલી અવતાર, લાલ શર્ટ  અને બાવડામાં બેચ જોઇને લોકો ચોંકી ગયા 1 - image


નવી દિલ્હી,૨૧ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુલીના અલગ અંદાજમાં જોઇને લોકો દંગ રહી ગયા હતા. તેઓ અચાનક જ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે લાલ રંગનો કુલીનો પહેરવેશ ધારણ કરી લીધો હતો. કુલીના આ વેશમાં કોંગ્રેસ નેતાઓ કુલીઓની મુલાકાત અને વાતચિત કરી હતી. લાલ શર્ટની સાથે બાવડામાં બેચ લગાવીને  કોઇ મુસાફરનો સામાન પણ માથા પર ઉપાડી લીધો હતો. રાહુલ ગાંધીનો કુલી વેશમાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયા છે.

રાહુલ ગાંધીએ આનંદ વિહારમાં લીધેલી અચાનક મુલાકાતથી કુલી અને ડ્રાઇવરોમાં ખૂશી જોવા મળી હતી. રાહુલ ગાંધીએ કુલીઓ અને રેલવે શ્રમિકોની સમસ્યા સાંભળી હતી. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી આમ જનતાની વચ્ચે અચાનક જ પહોંચી જતો ચહેરો બની ગયો છે.

રાહુલ ગાંધીનો કુલી અવતાર, લાલ શર્ટ  અને બાવડામાં બેચ જોઇને લોકો ચોંકી ગયા 2 - image

કર્ણાટકમાં ફૂડ ડિલિવરી બોયના બાઇક પાછળ બેસીને ફરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ટ્રક ડ્રાઇવર સાથે ટ્રકની કેબીનમાં બેસી ગયા હતા.રાહુલ ગાંધીએ ભોજન કરવા માટે બંગાળી માર્કેટ અને જામા મસ્જિદ વિસ્તારની મુલાકાત લીધી હતી. યુપીએસએસી ઉમેદવારો સાથે વાતચીત કરવા માટે મુખરજીનગર વિસ્તારમાં ગયા હતા.

રાહુલ ગાંધી હરિયાણામાં ધાનની રોપણી ચાલતી હતી ત્યારે એક ખેતરમાં પહોંચીને ખેડૂતો પાસેથી જાણકારી મેળવી હતી.દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં બાઇક મિકેનિકની દુકાનોની મુલાકાત લીધી હતી. શાકભાજીના ભાવ વધી ગયા હતા ત્યારે આઝાદપુર મંડીની અચાનક જ શાકભાજીના વેપારીઓને મળવા ગયા હતા. લડ્ડાખ, લેહ અને કારગિલ વિસ્તારમાં જાતે જ મોટર સાયકલ ચલાવીને ફર્યા હતા.


Google NewsGoogle News