આ ગામના લોકો 15 નહી 18 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવે છે
ભાગલા પડયા ત્યારે ગામનો પૂર્વ પાકિસ્તાનમાં સમાવેશ કરાયો હતો
ભૂલ ૧૮ ઓગસ્ટના રોજ ભૂલ સુધારીને ગામને ભારતમાં લેવાયું હતું
કોલકતા,14 ઓગસ્ટ,2024,બુધવાર
૧૯૪૭ ૧૫ ઓગસ્ટના દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થતા સ્વતંજ્ઞાતા પર્વની ધામધોમથી ઉજવણી થાય છે. ૧૫ ઓગસ્ટના રોજ ગામડુ હોય કે શહેર તિરંગાના રંગે રંગાઇ જાય છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગમાં આવેલા નાદિયા જિલ્લાના શિબનીબાસા ગામમાં ૧૮ ઓગસ્ટનો રોજ તિરંગો ફરકાવીને સલામી આપવામાં આવે છે.
ચૂર્ણી નદીના કાંઠે વસેલા આ ગામનું નામ ૧૮ મી સદીના મધ્યમાં વિશાળ મંદિરોમાં રહેલા શિવલિંગ પરથી શિબનીબાસા પડયું છે. જો કે ૧૫ મી ના સ્થાને ૧૮ મી ઓગસ્ટે રાષ્ટધ્વજ ફરકાવવાની કહાની ખૂબજ રસપ્રદ છે. પંજાબ અને બંગાળનું વિભાજન માટે સિરિલ રેડકિલફ નામના અંગ્રેજને જવાબદારી સોંપવામાં આવી હતી. રેડકિલફે નાદિયા અને મુર્શિદાબાદ જિલ્લામાં હિંદુઓની બહુમતી હોવા છતાં પૂર્વી પાકિસ્તાનમાં જોડી દીધા હતા.
જયારે જેસોર અને ખુલના ભારતનો હિસ્સો રહયા હતા. શિબિનીબાસ ગામ સહિત નાદિયા જિલ્લાના લોકો ભારતમાં રહેવા ઇચ્છતા હતા. વાયસરોય માઉન્ટ બેટનને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. છેવટે ૧૮ ઓગસ્ટના રોજ નાદિયા અને શિબનીબાસા ગામનો ભારતમાં સમાવેશ કરાયો હતો. આ વાત આમ તો ભૂલાઇ ગઇ હતી પરંતુ ૧૯૯૧માં સૌ પ્રથમવાર ગામના અંજુન સુકુલ નામના નાગરિક ૧૮ ઓગસ્ટના રોજ ધ્વજ ફરકાવવાનું નકકી કર્યુ હતું.
રેડ કલિફની ભૂલભરેલી વિભાજન રેખાના લીધે આમ થયું હતું
એ સમયે સામાન્ય રીતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અનુમતિ માત્ર ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જ મળતી હતી.ભારત સરકારના સુચના અને પ્રસાર મંત્રાલય પાસે ખાસ વિશેષ ઇતિહાસિક પરિસ્થિતિની રજૂઆત કરવાથી મંજુરી મળતા ૧૮ ઓગસ્ટ ૧૯૯૧ના રોજ શિબનીબાસમાં ધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો.
ત્યાર પછી શિબનીબાસમાં ૧૮ ઓગસ્ટ સમિતિ નામના સંગઠનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ સમિતિ દ્વારા ૧૮ ઓગસ્ટના જ ધ્વજ પ્રણામ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ચુરણી નદીમાં નૌકા દોડ અને લોક નૃત્યનું ભવ્ય પ્રદર્શન લોકોને આકર્ષે છે. આમ ભાગલાની રેખા દોરનારા અંગ્રેજ બેરિસ્ટર રેડ કલિફની ભૂલભરેલી વિભાજન રેખાના કારણે ગામ લોકોને આઝાદી 2 દિવસ મોડી મળી હતી.