ઉત્તરપ્રદેશમાં જનતા કંટાળી હવે ભાજપની વિદાય નક્કી, ચૂંટણી પહેલાં અખિલેશ યાદવનો ટોણો

અખિલેશ યાદવે મહિલા ધારાસભ્યને લઈને પણ ઊઠાવ્યા સવાલો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં જનતા કંટાળી હવે ભાજપની વિદાય નક્કી, ચૂંટણી પહેલાં અખિલેશ યાદવનો ટોણો 1 - image


Akhilesh Yadav takes a dig at BJP : લોકસભા ચૂંટણી 2024 ને લઈને અખિલેશ યાદવે ભાજપ સામે નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે હવે સત્તામાં વાપસીનો અમારો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે દેશની પ્રજા આ વખતે ભાજપને હરાવવા માગે છે અને સત્તામાંથી હટાવવા માગે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશની જનતાએ મન બનાવી લીધું છે કે ભાજપને યુપીની સત્તામાંથી હટાવીશું. 

2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પર પ્રહાર 

તેમણે જાતી આધારિત વસતી ગણતરી ઉપર પણ ભાર મૂક્યો હતો. સપાના પ્રમુખે કહ્યું કે હવે તો દરેક તરફથી એ વાત સાંભળવા મળી રહી છે કે જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવે. તેના વગર તો સામાજિક ન્યાય સંભવ જ નથી. અખિલેશ યાદવે આ ટોણો 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને માર્યો હતો. 

અખિલેશ યાદવે મહિલા ધારાસભ્યને લઈને પણ ઊઠાવ્યા સવાલો

આ દરમિયાન અખિલેશ યાદવે મહિલા ધારાસભ્યને લઈને પણ સવાલો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં સીટોનેલઈને કોઈપણ રીતે કોઈ મતભેદ નથી. ભાજપની નીતિઓથી પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે અને હવે દેશની પ્રજા ભાજપને સત્તાથી દૂર રાખવા માગે છે. 

UPના લોકો ભાજપને તગેડી મૂકશે : અખિલેશ

તેમણે ઈન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મને આશા છે કે ભારતના લોકો પણ ભાજપને તગેડી મૂકશે. ખાસ કરીને યુપીના લોકોએ નક્કી કરી લીધું છે. પેટાચૂંટણી દરમિયાન ઘોસીમાં એ જોવા મળી ગયું. ઘોસીની પેટાચૂંટણીમાં ભાજપને લોકોએ 50000 વોટથી પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સુધાકર સિંહનો પેટાચૂંટણીમાં વિજય થયો હતો.


Google NewsGoogle News