ટિકિટ વગર મુસાફરી કરતાં લોકો મુશ્કેલીમાં: રેલવે સ્ટેશનો પર હશે મેટ્રો જેવી વ્યવસ્થા, મહાકુંભમાં સફળ રહ્યો પ્રયોગ
Image: Facebook
Indian Railways: રેલવે સ્ટેશનોમાં મેટ્રો જેવી વ્યવસ્થા થઈ જશે. ભીડ ઓછી કરવા માટે રેલવે ખાસ પ્લાન બનાવી રહ્યું છે. ટૂંક સમયમાં જ આ દિશામાં કામ પણ શરુ થઈ જશે. પ્રયોગ તરીકે અમુક સ્ટેશનો પર આ વ્યવસ્થા લાગુ થઈ ગઈ, જે ખૂબ સફળ સાબિત થઈ રહી છે. આ કારણે નવી વ્યવસ્થાને સ્થાયી રીતે લાગુ કરવામાં આવી શકે છે. રેલવે, વ્યવસ્થા લાગુ કર્યા પહેલા અન્ય પાસા પર મંથન પણ કરી રહ્યું છે.
મહાકુંભના કારણે સમગ્ર દેશના તમામ રેલવે સ્ટેશનો પર ખૂબ ભીડ એકઠી થઈ રહી છે. નવી દિલ્હી સ્ટેશન પર દુર્ઘટના પણ ભીડના કારણે થઈ હતી. આ દુર્ઘટના બાદ ભારતીય રેલવે સ્ટેશનો પર ભીડને ઓછી કરવાની કવાયત શરુ કરી ચૂક્યું છે.
આ છે રેલવેનો પ્લાન
ભારતીય રેલવે મેટ્રો જેવી વ્યવસ્થા સ્ટેશનો પર લાગુ કરી શકે છે. જે રીતે મેટ્રોના સ્ટેશનો પર ટિકિટ બાદ જ એન્ટ્રી થાય છે. તે રીતે સ્ટેશનો પર પણ ટિકિટ બાદ જ એન્ટ્રી મળશે. જોકે અહીં ટીટી દ્વારા ટિકિટોની તપાસ કરવાની વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે.
એન્ટ્રી અને એક્ઝિટ બંને ટિકિટની તપાસ
વર્તમાન રેલવે સ્ટેશનો પર ટિકિટ વિના મુસાફરોને પકડવા માટે એક્ઝિટ ગેટ પર ટીટી તહેનાત રહે છે અને નીકળનાર મુસાફરોની ટિકિટની તપાસ થાય છે. ટિકિટ વિના પકડવામાં આવેલા મુસાફરોને ફાઈન કરવામાં આવે છે. તે રીતે એન્ટ્રી ગેટ પર ટીટીની તહેનાતી પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી તેને જ સ્ટેશનમાં એન્ટ્રી આપવામાં આવશે, જેની પાસે ટિકિટ હશે. આ રીતે ટિકિટ વિના મુસાફરોને સ્ટેશનમાં એન્ટ્રી મળશે નહીં.
મુસાફરોની સંખ્યાની જાણકારી રહેશે
રેલવે મંત્રાલય અનુસાર આ વ્યવસ્થાથી ઘણા લાભ થશે. પહેલું રેલવે સ્ટેશનોમાં ભીડ પર લગામ લગાવી શકાશે. બીજું ટિકિટ વિના મુસાફરી કરી શકાશે નહીં. તેનાથી રેલવેને આવકનો લાભ થશે. ત્રીજો સૌથી મોટો ફાયદો થશે કે સ્ટેશનો પર ભીડની આકારણી થશે, જેના હિસાબથી વ્યવસ્થા કરી શકાશે. ભીડને મેનેજ કરવા માટે આરપીએફની સંખ્યા વધારવાની છે કે પછી અન્ય વ્યવસ્થા કરવાની છે. આ કારણે રેલવે આની પર મંથન કરી રહ્યું છે.