ભારતના આ રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા ઘર, જાણો શું છે તેનું કારણ
પહાડી વિસ્તારમાં ફરવા જવું મોટાભાગે દરેક લોકોનું સ્વપ્ન હોય છે
આસામમાં કલમ 371B હેઠળ બહારના લોકોને જમીન ખરીદવાનો અધિકાર નથી
Image Envato |
જીવનમાં દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તે પોતાનું સુંદર ઘર બનાવીને રહે. કેટલીકવાર પોતાના રાજ્ય સિવાય બીજા રાજ્યનો માહોલ તેમજ પ્રાકૃતિક સૌંદર્ય જોઈને આકર્ષાઈ જતા હોય છે અને ત્યા જમીન અથવા ઘર ખરીદવા માટેનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવી કેટલીક જગ્યાઓ છે કે જ્યાં તમને જમીન ખરીદવાની મંજુરી નથી હોતી. આજે અમે તમને તેના વિશે માહિતી આપીશુ કે આવા ક્યા ક્યા રાજ્યો છે જ્યાં જમીન ખરીદવાની મંજુરી નથી.
હિમાચલ પ્રદેશ
પહાડી વિસ્તારમાં ફરવા જવું મોટાભાગે દરેક લોકોનું સ્વપ્ન હોય છે. કારણ કે પહાડોમાં જે મનને શાંતિ અને ચોખ્ખી હવા મળે છે. તે બીજે ક્યાંય નથી મળતી. પરંતુ અહીં તમે જમીન નથી ખરીદી શકતા. વર્ષ 1972ના જમીન અધિનિયમની કલમ 118 મુજબ, બિન-ખેડૂત અથવા બહારના વ્યક્તિ હિમાચલ પ્રદેશમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી.
નાગાલેન્ડ
વર્ષ 1963માં રાજ્ય બનેલા નાગાલેન્ડને વિશેષ અધિકાર તરીકે આર્ટિકલ 371 એ માં જોગવાઈ છે. જે અતર્ગત તમે ત્યાં જમીન નથી ખરીદી શકતા.
સિક્કિમ
સિક્કિમમાં માત્ર સિક્કિમના લોકો જ જમીન ખરીદી શકે છે. ભારતના બંધારણની કલમ 371 એએફ જે સિક્કિમને વિશેષ દરજ્જો આપે છે. આ રાજ્યના જનજાતીય વિસ્તારોમાં માત્ર આદિવાસી જ જમીન અને સંપત્તિ ખરીદી શકે છે.
અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ પ્રવાસન સ્થળો પૈકીનું એક ગણવામા આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. અહીં ખેતીની જમીનને સરકારની મંજુરી પછી જ જમીન ટ્રાન્સફર કરી શકાય છે.
મિઝોરમ
મિઝોરમમાં કલમ 371 G હેઠળ વિશેષ જોગવાઈ આપવામાં આવી છે, તે પ્રમાણે પ્રોપર્ટી ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ છે.
આસામ
આસામમાં કલમ 371B હેઠળ બહારના લોકોને જમીન ખરીદવાનો અધિકાર નથી.
મણિપુર
દર વર્ષે ઘણા લોકો ત્યા ફરવા જતા હોય છે અને તેની આબોહવા જોઈ લોકો આકર્ષાયી જતા હોય છે પરંતુ અહીં બહારના લોકોને જમીન ખરીદવાનો અધિકાર નથી.
મેઘાલય
મેઘાલયનું પ્રાકૃતિક સૌંદર્ય કોને ન ગમે? મેઘાલયમાં પ્રવાસીઓ માટે ફરવા અને રહેવા માટે ખૂબ સારી જગ્યા માનવામાં આવે છે, પરંતુ અહીં પણ બહારના રાજ્યના લોકોને જમીન ખરીદવાનો અધિકાર નથી.