Get The App

સરકારનો મોટો નિર્ણય, હવે આંગળી વગરના લોકો પણ બનાવી શકશે આધાર, જાણો શું છે પ્રોસેસ

આધાર માટે પાત્ર વ્યક્તિની આંગળીઓના નિશાન આવી શકે તેમ ન હોય, તો આવી સ્થિતિમાં આઈરિસ સ્ક્રેન (IRIS Scan)નો ઉપયોગ કરી તેની નોંધણી કરી શકાશે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
સરકારનો મોટો નિર્ણય, હવે આંગળી વગરના લોકો પણ બનાવી શકશે આધાર, જાણો શું છે પ્રોસેસ 1 - image
Image  UIDAI

તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર  

Aadhaar Enrollment: આધાર એનરોલમેન્ટને વધુ સરળ બનાવવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે આ વિશે માહિતી આપતા કહ્યું કે, આધાર માટે પાત્ર વ્યક્તિની આંગળીઓના નિશાન આવી શકે તેમ ન હોય, તો આવી સ્થિતિમાં આઈરિસ સ્ક્રેન (IRIS Scan)નો ઉપયોગ કરી તેની નોંધણી કરી શકાશે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા કેરળમા એક મહિલા જોસીમોલ પી જોસના નામાંકન કરવા માટે કરવામાં આવ્યું હતું ત્યારે આ નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તે મહિલાને હાથની આંગળીઓ ન હોવાના કારણે તે આધાર કાર્ડ માટે અરજી કરી શકતી નહોતી. 

નિવેદન પ્રમાણે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI )ની ટીમે કેરળના કોટ્ટાયમ જીલ્લાના કુમારકમમાં રહેનાર જોસીમોલ પી જોસના ઘરે મુલાકાત કરી હતી અને તેને આધાર નંબર તૈયાર કર્યો હતો. ચંદ્રશેખરે કહ્યુ કે દરેક આધાર સેવા કેન્દ્રોને કહેવામાં આવ્યું છે કે, આ વૈકલ્પિક બાયોમેટ્રિક્સને લઈને ધુંધળી આંગળીઓના નિશાન અથવા આ પ્રકારના દિવ્યાંગતા વાળા અન્ય લોકોને આધારનો લાભ આપવો જોઈએ. 

માત્ર આઈરિસ સ્ક્રેનથી પણ બનશે આધાર 

નિવેદન પ્રમાણે, જે વ્યક્તિ આધારને પાત્ર છે, પરંતુ તે આંગળીઓના નિશાન આપવામાં અસમર્થ છે, તો તેવા કિસ્સામાં તે માત્ર આઈરિસ સ્ક્રેન  (IRIS Scan) નો ઉપયોગ કરીને તે આધાર મેળવી શકે છે. આ પ્રકારે જો કોઈ વ્યક્તિને આંખો ન હોવાના કારણે આધાર નંબર ન મેળવી શકતો હોય તે માત્ર પોતાની ફિંગરપ્રિંટનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકશે. 

અત્યાર સુધી UIDAIએ લગભગ 29 લાખ લોકોને આધાર કાર્ડ નંબર આપ્યા છે

તેમા કહેવામાં આવ્યું છે કે, આંગળી અને આઈરિસ બાયોમેટ્રિક્સ બન્ને આપવામાં અસમર્થ હોય તેવા વ્યક્તિનું નામ, લિંગ, એડ્રેસ,જન્મ તારીખનું ઉપલબ્ધ બાયોમેટ્રિક્સમાં સાથે જોડવામાં આવશે. અત્યાર સુધી યુઆઈડીએઆઈએ લગભગ 29 લાખ લોકોના આધાર કાર્ડ નંબર આપ્યા છે, જેમાથી જેમણી આંગળીઓ નથી અથવા આંગળી અને આંખો બન્ને બાયોમેટ્રિક્સ આપવામાં અસમર્થ હોય.  UIDAI તેના આ કારણો પર તપાસ કરશે અને પછી તેમને આધાર નંબર આપવામાં  આવશે. 


Google NewsGoogle News