હવે પેન્શનને લગતાં કામ ફટાફટ થઈ જશે, નવું પોર્ટલ લોન્ચ કરાયું, મળશે આ સુવિધાઓ
Image Envato |
Good News for Pensioners : કેન્દ્ર સરકારે હાલમાં જ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી પેન્શનરો માટે એક ઈન્ટીગ્રેટેડ પોર્ટલ શરૂ કર્યું છે. બેંક ઓફ ઈન્ડિયા રજિસ્ટર્ડ પોર્ટલ પાંચ બેંકોની પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસને એક જ વિન્ડોમાં જોડવામાં આવી છે. આ પોર્ટલ પર પેન્શનરો લાઈફ સર્ટિફિકેટ (Life Certificate)નું સ્ટેટસ, માસિક પગાર સ્લિપ ચેક અને ફોર્મ 16 સબમિટ કરી શકે છે.
પેન્શન સર્વિસને પેન્શનરોના કલ્યાણ માટે શરુ કરવામાં આવી
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેન્શન સેવાને ડિજિટલ કરવા અને પેન્શનરોના કલ્યાણને વધારવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પગલું પાંચ બેંકોની પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસને તેમની સેવાઓ માટે એક જ વિન્ડોમાં સુવિધા મળી રહેશે. જેના હેઠળ તમે વિવિધ સુવિધાઓનો લાભ મેળવી શકશો.
પોર્ટલ પર આ સુવિધા મળી રહેશે
આ પોર્ટલ પર એસબીઆઈ (SBI),બેંક ઓફ બરોડા (BOB), પંજાબ નેશનલ બેંક (PNB) અને કેનેરા બેંકના પોર્ટલને પણ ભવિષ્ય પોર્ટલ સાથે જોડવામાં આવ્યા છે. આ પોર્ટલની સાથે પેન્શનર્સ સર્વિસ માટે સિંગલ સ્ટોપ સુધી પહોચી શકે છે, જ્યાં તેઓ તેમની પેન્શન સ્લિપ, લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની સ્થિતિ, ચુકવણી વિગતો, ફોર્મ-16 વગેરે વિગતો તપાસી શકે છે.
શું છે ઈન્ટિગ્રેટેડ પેન્શન પ્લેટફોર્મ?
આ પોર્ટલ ખાસ કરીને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ડિજીટલ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેમજ તેનું મુખ્ય લક્ષ્ય પેન્શન સંબંધિત સર્વિસમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે. આ સિસ્ટમની સાથે સાથે પેન્શનર્સ પ્રસનલ અને સેવાઓની વિગતો આ સિસ્ટમ દ્વારા મેળવી શકે છે. જે પેન્શન ફોર્મ ઓનલાઈન જમા કરી શકાય છે. પેન્શનરોને તેમની પેન્શન મંજૂરીની પ્રગતિ વિશે SMS અથવા ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવશે. પોર્ટલમાં ભવિષ્ય પોર્ટલ અને CPENGRAMS ઓનલાઈન ફરિયાદ સિસ્ટમનો સમાવેશ કરવામા આવ્યો છે.
ભવિષ્ય પોર્ટલ શું છે?
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમો દ્વારા પેન્શનર્સનું ડિજિટલ સમાધાન કરવામાં આવી રહ્યું છે. ભવિષ્ય પ્લેટફોર્મ પોર્ટલનો એક મુખ્ય ઘટક છે, જેનો ઉદ્દેશ્ય પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ્સના એન્ડ-ટુ-એન્ડ ડિજીટલાઇઝેશનને કરવાનો છે. જે નિવૃત્ત વ્યક્તિ તરફથી ઈલેક્ટ્રોનિક રીતે PPO ઈશ્યૂ કરવા અને ડિજીલોકરમાં જાય ત્યાં સુધી તેને ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે. 'Bhavishya' પ્લેટફોર્મને 1 જુલાઈ 2017ના રોજ દરેક સરકારી વિભાગો માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું.