Get The App

વૃક્ષો માટે પેન્શન આપનારું હરિયાણા દેશનું પ્રથમ રાજ્ય

૭૫ થી ૧૫૦ વર્ષ જૂના વૃક્ષ જે જમીન પર છે તેના માલિકને વૃક્ષની જાળવણી માટે પેન્શન અપાય છે

પસંદગી પામેલા એક વૃક્ષ દીઠ વાર્ષિક રૃ. ૨૭૫૦ પેન્શન

Updated: Nov 22nd, 2023


Google News
Google News


કરનાલ, તા. ૨૧વૃક્ષો માટે પેન્શન આપનારું હરિયાણા દેશનું પ્રથમ રાજ્ય 1 - image

હરિયાણામાં 'પ્રાણ વાયુ દેવતા સ્કીમ' ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમ હેઠળ હવે કરનાલમાં વૃક્ષોના સંરક્ષણ માટે પ્રદેશ સરકારે જિલ્લાની અલગ અલગ પંચાયતો અને શહેરી વિસ્તારમાં આવેલ ૭૫ થી ૧૫૦ વર્ષ જૂના ૧૨૦ વૃક્ષો માટે જિલ્લા વન વિભાગે પ્રથમ વર્ષ માટે ૨૭૫૦ રૃપિયાની પેન્શન જારી કરી દીધી છે. આ માટે વિભાગને ૩.૩૦ લાખ રૃપિયા ફાળવવામાં આવ્યા હતાં.

વન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં નવ પ્રકારના વૃક્ષોને પેન્શનનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ૪૯ પીપળાના વૃક્ષ અને ૩૬ વડના વૃક્ષ સામેલ છે. આ વૃક્ષોની ઉંમર ૭૫ થી ૧૫૦ વર્ષ સુધીની છે.

વૃક્ષોના સંરક્ષણ બાબતે કાછવા અને ગોલી ગાવ સૌૈથી આગળ છે. બંને ગામોના સાત-સાત વૃક્ષોની પેન્શન માટે પસંદગી કરવામાં આવી છે. વૃક્ષોેની જાળવણી માટે તેના જમીન માલિકોને પેન્શન આપવાની શરૃઆત કરનાર હરિયણા દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.

જિલ્લા વન અધિકારી જયકુમાર નરવાલે જણાવ્યું હતું કે જુના વૃક્ષો જીવન માટે જરૃરી ઓક્સિજનનોે મુખ્ય સ્ત્રોત છે. આવા વૃક્ષો જીવન માટે ખૂબ જ જરૃરી છે. તેમણે તમામ જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે તે આવા વૃક્ષો શોધીને પેન્શન માટે અરજી કરે.

વૃક્ષો જે જમીન પર છે તેના માલિકો પેન્શન માટે અરજી કરી શકે છે. ત્યારબાદ એક કમિટી આ વૃક્ષની સમીક્ષા કર્યા પછી પેન્શન મંજૂર કરશે. પસંદ પામેલા એક વૃક્ષ માટે વાર્ષિક ૨૭૫૦ રૃપિયાનું પેન્શન આપવામાં આવે છે. પેન્શનની આ રકમ ડાયરેક્ટ જમીન માલિકના ખાતામાં જમા કરવામાં આવે છે. વૃક્ષની જાળવણી માટે પેન્શનની આ રકમ જમીન માલિકને આપવામાં આવે છે.

 

Tags :
pension-for-trees-in-haryana

Google News
Google News