Get The App

પેમા ખાંડુ ફરી એકવાર અરુણાચલના CM બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
પેમા ખાંડુ ફરી એકવાર અરુણાચલના CM બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય 1 - image


Pema Khandu chosen as Arunachal's CM once again: ભાજપે ફરી એકવાર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પેમા ખાંડુની પસંદગી કરી છે. ભાજપ 60 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 46 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 60માંથી 46 બેઠકો જીતી છે. પેમા ખાંડુ બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ 10 વિધાનસભા બેઠકો બિનહરીફ જીતી હતી, જેમાં નવનિયુક્ત મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ બિનહરીફ જીત્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતી હતી. અરુણાચલ પ્રદેશમાં વિધાયક દળના નેતાની ચૂંટણી માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પાર્ટીના મહાસચિવ તરુણ ચુગને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા.

કોંગ્રેસ સમાપ્ત થઈ ગઈ છે: પેમા ખાંડુ

2 જૂને પરિણામો બાદ પેમા ખાંડુએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફના લોકોનું સમર્થન અને પ્રેમ દર્શાવે છે. મારા મતે કોંગ્રેસ એક ફિનિશ્ડ ફોર્સ (સમાપ્ત થયેલ તાકાત) છે. રાજ્યમાં લાંબા સમયથી કોંગ્રેસની સરકાર હતી અને તેમણે આદરેલા મોટા ભ્રષ્ટાચારને કારણે આ જાકારો મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ક્યારેય લાંચ વગર કોઈ કામ મંજૂર કર્યું જ ન હતું પરંતુ, ભાજપે સુશાસનનો વૈકલ્પિક માર્ગ આપ્યો છે.


Google NewsGoogle News