'કલમ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો અલ્લાહનો નિર્ણય નથી', PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીનું નિવેદન

પોતાનો સંઘર્ષ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટ ભગવાન નથી : મહેબૂબા મુફ્તી

સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે અને તેમના નિર્ણયથી આ ચર્ચા ખતમ થઈ ગઈ છે : કોંગ્રેસ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
'કલમ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો અલ્લાહનો નિર્ણય નથી', PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીનું નિવેદન 1 - image


Mehbooba Mufti On Article 370 : જમ્મુ કાશ્મીરથી હટાવી દેવાયેલી કલમ 370 પર હાલમાં સુપ્રીમ કોર્ટ તરફથી સંભળાવાયેલા ચૂકાદા પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો અલ્લાહનો નિર્ણય નથી. તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને આશા ન ગુમાવવાનો આગ્રહ પણ કર્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, મહેબૂબા મુફ્તીએ રવિવારે કુપવાડામાં પત્રકારોને કહ્યું કે, હિમ્મત નહીં હારીએ. પોતાનો સંઘર્ષ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટ ભગવાન નથી. તે સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે, બંધારણ સભાની મંજૂરી વગર કલમ 370માં સંશોધન ન થઈ શકે. તે પણ વિદ્વાન ન્યાયાધીશ હતા. આજે કેટલાક અન્ય ન્યાયાધીશોએ ચુકાદો સંભળાવ્યો. અમે આ ભગવાનનો નિર્ણય ન માની શકીએ.

પીડીપી પ્રમુખે કહ્યું કે, જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાનો વિરોધ કરનારા લોકો ઈચ્છે છે કે, અમે હાર માની લઈએ પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી લડાઈ ચાલુ રાખીશું. અમે ખુબ બલિદાન આપ્યા છે અને અમે તેને વ્યર્થ નહીં જવા દઈએ.

સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો કલમ 370 હટાવવાનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે જમ્મૂ કાશ્મીરથી હટાવાયેલી કલમ 370ને પડકારતી 22 અરજીઓ પર 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેન્ચે પોતાના નિર્ણયમાં કલમ 370ને હટાવવાના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી અને તેની રાષ્ટ્રપતિની પાસે રદ્દ કરવાની શક્તિ છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, જમ્મૂ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ અને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજ્યમાં ચૂંટણી કરાવવી જોઈએ.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસનું વલણ

કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે અને તેમના નિર્ણયથી આ ચર્ચા ખતમ થઈ ગઈ છે. એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, આ અંતિમ નિર્ણય છે અને તેના પર પુનર્વિચાર નહીં કરીએ.

ત્યારે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર અસહમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમણે ક્યારે પણ કલમ 370ને ફરી લાગૂ કરવાની વાત નથી કરી, આ હટાવવાની રીતનો વિરોધ કર્યો છે.

'કલમ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો અલ્લાહનો નિર્ણય નથી', PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીનું નિવેદન 2 - image


Google NewsGoogle News