પેટીએમનો વાર્ષિક ઓપરેશનલ નફો રૂ. 300 થી 500 કરોડ ઘટવાની સંભાવના
ગ્રાહકોના સેવિંગ ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને એનસીએમસી સહિતના ખાતાઓમાં જમા ડિપોઝીટને કોઇ અસર થશે નહીં ઃ પેટીએમની સ્પષ્ટતા
આરબીઆઇના આદેશ પછી પેટીમના ગ્રાહકો તેમના વોલેટ, ફાસ્ટેગ સહિતના ખાતાઓમાં નાણા જમા કરાવી શકશે નહીં
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧
ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંકની લગભગ તમામ સેવાઓ ૨૯
ફેબુ્રઆરી પછી બંધ કરવાના આરબીઆઇના આદેશથી કંપનીના વાર્ષિક ઓપરેશનલ નફા પર ૩૦૦ થી
૫૦૦ કરોડ રૃપિયાની અસર થવાની આશંકા છે. આરબીઆઇના આદેશ પછી પેટીમના ગ્રાહકો તેમના
વોલેટ, ફાસ્ટેગ
સહિતના ખાતાઓમાં નાણા જમા કરાવી શકશે નહીં.
આરબીઆઇએ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને કોઇ પણ ગ્રાહક ખાતા, પ્રીપેડ
ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ
અને ફાસ્ટેગમાં ૨૯, ફેબુ્રઆરી
૨૦૨૪ પછી જમા અથવા ટોપ ઓપનો સ્વીકાર ન કરવાના નિર્દેશ આપ્યા છે.
ડિસેમ્બરમાં પેટીમ પેમેન્ટ બેંક લિમિટેડ (પીપીબીએલ) દ્વારા
૪૧ કરોડ યુપીઆઇ રેમિટેન્સ કરવામાં આવ્યા હતાં.
પીપીબીએલ વિરુદ્ધની આ કાર્યવાહી સર્વગ્રાહી સિસ્ટમ ઓડિટ
રિપોર્ટ અને બહારના ઓડિટરોના કમ્પ્લાયન્સ વેલિડેશન રિપોર્ટને આધારે કરવામાં આવી
છે.
વનનાઇનસેવન કોમ્યુનિકેશન લિમિટેડ (ઓસીએલ) પેટીમ બ્રાન્ડની
માલિકી ધરાવે છે, જે
પીપીબીએલમાં ૪૯ ટકા હિસ્સો ધરાવે છે. જો કે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તે તેની
એસોસિએટ કપની છે સબસિડરી કંપની નથી.
પેટીમે વધુમાં જણાવ્યું છે કે ઓસીએલ એક પેમેન્ટ કંપની છે
અને તે ફક્ત પેટીએમ પેમેન્ટ બેંક સાથે કાર્ય કરતી નથી પણ બીજી અન્ય બેંકો સાથે પણ
કાર્ય કરે છે. અમે અન્ય બેંકો સાથે મળીને કાર્ય કરવાનું ચાલુ રાખીશું.
આ અગાઉ ૧૧ માર્ચ,
૨૦૨૨ના રોજ આરબીઆઇએ પીપીબીએલને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ન બનાવવાનો આદેશ
આપ્યો હતો. આ ઉપરાંત ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની (આઇએચએમસીએલ)એ પણ પેટીએમ પર
ફાસ્ટેગ ઇશ્યુ કરવા પ્રતિબંધ મૂક્યો હતો.
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આરબીઆઇના આદેશની અસર
ગ્રાહકોના સેવિંગ ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને
એનસીએમસી ખાતાઓમાં જમા ડિપોઝીટ પર પડશે નહીં.
ઓસીએલની ઓફલાઇન મરચન્ટ પેમેન્ટ નેટવર્ક દ્વારા ઓફર કરવામાં
આવતી સેવાઓ જેવી કે પેટીએમ ક્યુઆર,
પેટીએમ સાઉન્ડ બોક્સ,
પેટીમ કાર્ડ મશીન અગાઉની જેમ જ ચાલુ રહેશે.