Get The App

રેલ્વે ટિકિટ કન્ફર્મ થયા પછી જ ખાતામાંથી કપાશે પૈસા, કેન્સલ થવા પર મળશે તરત રિફંડ, જાણો કેવી રીતે

IRCTC આ સુવિધા વર્ષ 2021માં લોન્ચ કરી હતી

ટિકિટ કંફર્મ થયા પછી જ એકાઉન્ટમાંથી કપાશે પૈસા

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
રેલ્વે ટિકિટ કન્ફર્મ થયા પછી જ ખાતામાંથી કપાશે પૈસા, કેન્સલ થવા પર મળશે તરત રિફંડ, જાણો કેવી રીતે 1 - image
Image Envato 

દેશભરમાં રોજ હજારો ટ્રેનો ચાલે છે અને તેમા કરોડો મુસાફરો મુસાફરી કરે છે. જેના કારણે રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે તત્કાલ પેમેન્ટ કર્યા વગર રેલવે ટિકિટ બુક કરી શકો છો? આ વિકલ્પ  IRCTC-iPay પેમેન્ટ ગેટવે પર ઉપલબ્ધ છે. જેને ઓટોપે કહેવામાં આવે છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝ્મના iPay પેમેન્ટ ગેટવેના Auto pay ફીચર યૂપીઆઈ, ક્રેડિટ કાર્ડસ અને ડેબિટ કાર્ડ સાથે કામ કરે છે. તેમા રેલવે ટિકિટ માટે પીએનઆર જનરેટ થયા પછી યૂઝરના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ છે. આ એ લોકો માટે લાભકારક છે, જે હાઈ- વેલ્યુ રેલવે ઈ-ટિકિટ બુક કરાવી રહ્યા છે અથવા વેઈટિંગ લિસ્ટ અથવા તત્કાલ ટિકિટ બુક કરાવવાની કોશિશ કરી રહ્યા છે. 

આ સુવિધા લોન્ચ વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવી હતી

IRCTCએ  વર્ષ 2021ની શરૂઆતમાં આ સુવિધા લોન્ચ કરવામાં આવી હતી.  IRCTC-iPay દ્વારા ચુકવણી કરવા માટે યુઝર્સે તેમના UPI બેંક ખાતાના ડેબિટ કાર્ડ અથવા અન્ય કોઈપણ પેમેન્ટ ફોર્મનો ઉપયોગ કરવા માટે પરમિશન અને વિગતો આપવી પડશે. IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરવવાથી તમને IRCTC iPay દ્વારા ત્વરિત રિફંડ પણ મળશે. IRCTC અનુસાર, ઑટોપે એપ્લિકેશન સુવિધા વપરાશકર્તાઓ માટે ટિકિટ બુક કરવાનું સરળ બનાવે છે. 

કોને ફાયદો થશે?

Auto pay એવા કિસ્સામાં વધુ ફાયદાકારક છે કે જ્યાં યુઝર્સના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જવા છતાં ઈ-ટિકિટ બુક થતી નથી. ઘણી વખત તત્કાલ વેઈટલિસ્ટેડ ઈ-ટિકિટ ચાર્ટ તૈયાર થઈ ગયા પછી પણ ટિકિટ કન્ફર્મ થતી નથી. આવા કિસ્સાઓમાં માત્ર કેન્સલેશન ચાર્જ, સુવિધા ફી અને મેન્ડેડ ચાર્જ કાપવામાં આવશે અને બાકીની રકમ તરત જ યુઝર્સના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તેમજ જો કોઈ યુઝર વેઈટલિસ્ટ ટિકિટ બુક કરાવે છે, અને જો ટિકિટ કન્ફર્મ ન થાય તો તેને ત્રણથી ચાર દિવસમાં રિફંડ મળી જશે. આ ઉપરાંત જો કોઈ યુઝર તેના માટે iPayના  Auto pay ફીચરનો ઉપયોગ કરે છે અને તેની ટિકિટ કન્ફર્મ ન થઈ તો, તેનું રિફંડ તરત જ મળી જશે. 

શું છે સમગ્ર પ્રક્રિયા..

આના માટે તમારે સૌથી પહેલા IRCTCની વેબસાઈટ અથવા એપ પર જવાનું રહેશે. ત્યાર બાદ ટ્રેન કોચ સિલેક્ટ કરો અને તેમાં તમારી ડિટેલ્સ નાખો. એ પછી બીજા ઘણા વિકલ્પો મળશે. જેમા તમને  iPay પણ જોવા મળશે. તેના પર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે, જ્યાં Auto pay ઓપ્શન સિલેક્ટ કરો. આમાં તમારી પાસે UPI, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનું ઓપ્શન રહેશે. આમાથી કોઈપણ વિકલ્પ પસંદ કરવાથી પૈસા ખાતામાં લોક થઈ જશે અને કન્ફર્મેશન પછી જ ટિકિટના પૈસા કપાશે. એક રીતે આ IPO જેવી સુવિધા છે. તમે IPO માટે અરજી કરો કે તરત જ પૈસા લોક થઈ જાય છે અને શેર એલોટમેન્ટ પછી જ એકાઉન્ટમાંથી પૈસા કપાય છે તે પ્રકારની આ સિસ્ટમ છે. 



Google NewsGoogle News