જાણો કોણ છે અભિનેતામાંથી નેતા બનેલા પવન કલ્યાણ, જેમના વડાપ્રધાન મોદી પણ છે જબરા ફેન
Pawan Kalyan : એક્ટર અને રાજનેતા સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર પવન કલ્યાણ હવે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ બની ગયા છે. તેમણે ચંદ્રાબાબુ નાયડુ અને પીએમ મોદીની હાજરીમાં શપથ લીધા. આ નામ આજે દરેક જગ્યાએ ચર્ચામાં છે. ત્યારે જાણીએ કોણ છે પવન કલ્યાણ?
કોણ છે પવન કલ્યાણ
પવન કલ્યાણનો જન્મ 2 સપ્ટેમ્બર 1968ના રોજ આંધ્ર પ્રદેશના બાપતલામાં થયો હતો. 55 વર્ષના પવન કલ્યાણે પોતાની ફિલ્મો દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 'પાવર સ્ટાર' પવન કલ્યાણનું સાચું નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે. તે સુપરસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ છે.
અભિનેતાએ વર્ષ 1996માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેઓ લગભગ બે દાયકાથી ફિલ્મી દુનિયામાં છે. તેણે વર્ષ 1996માં 'અક્કડ અમ્માઈ લક્કડ'થી ડેબ્યૂ કર્યું હતું. તેમને 1998માં 'થોલી પ્રેમા' માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. હવે તેઓ આંધ્રપ્રદેશના રાજકારણનો મહત્ત્વનો ચહેરો બની ગયા છે.
પવન કલ્યાણનું નામ 2013ની ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી 100 ની યાદીમાં સામેલ હતું. 2013ની ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી 100 ની યાદીમાં તેમનું નામ સામેલ હતું. તેણે 2017માં તેની ફિલ્મી કરિયર છોડી દીધી હતી અને કહ્યું હતું કે, તે હવે રાજકારણ પર ધ્યાન આપવા માંગે છે.
ભાઈ સાથે પાર્ટી શરૂ કરી
તેમના મોટા ભાઈ ચિરંજીવી સાથે મળીને તેમણે 2008માં પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપના કરી હતી. જો કે બાદમાં આ પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ હતી. આ પછી તેઓ રાજકારણમાં બહુ સક્રિય નહોતા. તેમણે 2014માં જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી. તેમણે 2014માં કોઈ ચૂંટણી લડી ન હતી પરંતુ ટીડીપી અને ભાજપને સમર્થન આપ્યું હતું. 2019માં તેમણે એકલા હાથે ચૂંટણી લડી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો. 2024 માં, તેમની પાર્ટીએ TDP અને BJP સાથે ગઠબંધન કર્યું અને 21 વિધાનસભા બેઠકો જીતી.
ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે
પવન કલ્યાણે ત્રણ વાર લગ્ન કર્યા છે. તેમણે 1997માં પ્રથમ પત્ની નંદિની સાથે લગ્ન કર્યા હતા. બંને 2008માં અલગ થઈ ગયા હતા. 2009માં પવન કલ્યાણે રેણુ દેસાઈ સાથે બીજી વાર લગ્ન કર્યા. આ લગ્ન પણ માત્ર ત્રણ વર્ષ જ ચાલ્યા. આ પછી તેણે 2013માં અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા.