Get The App

NEET કૌભાંડ: CBIએ કરી લાલ આંખ, આરોપીઓના સબંધીઓ સુધી પહોંચશે તપાસનો રેલો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
NEET કૌભાંડ: CBIએ કરી લાલ આંખ, આરોપીઓના સબંધીઓ સુધી પહોંચશે તપાસનો રેલો 1 - image


NEET UG Paper Leak Case: પટના NEET પેપર લીક મામલે CBIને આરોપીઓના નેટવર્ક મેપિંગમાંથી ઘણી માહિતી મળી છે. CBIએ તપાસનો દાયરો વધારી દીધો છે. એજન્સી હવે આરોપીઓના નજીકના લોકો પર સકંજો કસશે. ત્યારે હવે CBI આરોપીઓના સંબંધીઓના બેંક ખાતાની તપાસ કરશે. એ પણ ચેક કરવામાં આવશે કે, સગા-સંબંધીઓની આવક કેટલી છે અને તે હિસાબે તેમણે કેટલો ખર્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે CBI જે આરોપીઓને રિમાન્ડ પર લીધા છે તેમની રિમાન્ડની મુદત 4 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. 

વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી

CBIએ પોતાની તપાસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરી છે, જેના પરથી પેપર લીકના માસ્ટર માઈન્ડ સંજીવ મુખિયા વિશે ઘણી માહિતી એકઠી કરી છે. CBIની તપાસમાં ગોધરામાં એક શાળાના ટ્રસ્ટીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના લાતૂરનો મામલો પણ CBIએ પોતાના હાથમાં લઈ લીધો છે. CBIની ટીમે બેઉર જેલમાં બંધ 13 આરોપીઓની પૂછપરછ કરી છે. CBIએ હજારીબાગ સ્કૂલના આચાર્ય એહસાન ઉલ હકની બેંક ડિટેલ્સની પણ તપાસ કરી છે. અન્ય બે આરોપીઓની કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત CBIએ એવા વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી છે જેમણે ગોધરાના સેન્ટરથી NEETની પરીક્ષા આપી હતી.

પટનાથી હજારીબાગ સુધી ધરપકડ

પટનામાં NEET કૌભાંડ અંગે સૌથી ઝડપી તપાસ ચાલી રહી છે. સ્કૂલ ટીચરથી લઈને પ્રિન્સિપલ પણ સકંજામાં ફસાય ચૂક્યા છે. હજારીબાગથી પટના સુધી ધરપકડ કરવામાં આવી છે અને તમામે અત્યાર સુધીમાં બે નામ આપ્યા છે. સંજીવ મુખિયા અને સિકંદર યાદવેન્દુ. પટનામાં કાર્યવાહી તો થઈ રહી છે પરંતુ મુખિયા હજુ પણ ફરાર છે. એહસાન ઉલ હક અને ઈમ્તિયાઝ આલમ પાસેથી હવે CBI  દરેક રહસ્યના ખુલાસાનો પ્રયાસ કરશે. શંકા એ છે કે બંને સંજીવ મુખિયા ગેંગ સાથે સંકળાયેલા હતા અને પેપર લીક કરવામાં સામેલ હતા. સંજીવ મુખિયાએ સરળ ટાર્ગેટ તરીકે ઓએસિસ સ્કૂલને પસંદ કરી હતી. મુખિયાનું હજારીબાગ અને નાલંદામાં સારું નેટવર્ક છે. અને તેની મદદથી તેણે પટના સુધી પેપર મંગાવ્યા. 


Google NewsGoogle News