Get The App

'પત્થર પર માથું પછાડવા જેવું...' માંઝીના નિવેદનથી બેકફૂટ પર નીતિશ કુમાર, NDAમાં ખટપટ શરૂ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Jitan Kumar Manjhi


RJD Blames On JDU For False Expectations On Bihar Special Status: રાજદ પ્રવક્તા અરૂણ કુમાર યાદવે કેન્દ્ર સરકાર દ્વારા બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો ન મળવાનું નિવેદન આપતાં એનડીએમાં ખટપટ શરૂ થઈ છે. વધુમાં જેડીયુ આ મામલે અત્યારસુધી જુઠ્ઠાણું ફેલાવતી રહી તેવો આક્ષેપ પણ મૂક્યો છે. અરૂણ કુમારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના નિવેદન પરથી સ્પષ્ટ થયુ છે કે, કેન્દ્ર સરકાર કોઈપણ કિંમતે બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપશે નહીં. જેડીયુ આ મામલે સતત જુઠ્ઠાણું ફેલાવી રહી છે. વિશિષ્ટ રાજ્યની માગ પત્થર પર માથું પછાડવા સમાન છે. જીતન રામ માંઝીએ સરકારની માનસિકતા ઉજાગર કરી છે.

વર્ષોથી બિહારને વિશિષ્ટ રાજ્ય બનાવવાની માગ

રાજ્યના ભાગલા પડ્યા ત્યારથી બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઉઠતી રહી છે. કેન્દ્રની અટલ બાજપેયી સરકારે પણ આ માગ પર કોઈ વિચાર કર્યો ન હતો. કારણકે, તે સમયે બિહારમાં રાબડી દેવીના નેતૃત્વ હેઠળની રાજદ સરકાર શાસન કરી રહી હતી.

ત્રણ દિગ્ગજ નેતાઓએ વધાર્યું મોદી સરકારનું ટેન્શન, કહ્યું- ‘બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપશો તો...’

જિલ્લા અધ્યક્ષોની સાથે કોંગ્રેસની ચૂંટણી સમીક્ષા

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડો. અખિલેશ પ્રસાદ સિંહ સોમવાર પક્ષના તમામ જિલ્લા અધ્યક્ષોની સાથે લોકસભા ચૂંટણી પરિણામની સમીક્ષા કરશે. પક્ષના પ્રદેશ કાર્યાલયમાં જિલ્લા અધ્યક્ષોની લોકસભા ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક યોજાશે. બિહાર કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન રાજેશ રાઠોડે રવિવારે આ અંગે માહિતી આપી હતી. આ વખતે બિહારમાં લોકસભાની નવ બેઠક પરથી ચૂંટણી લડનારી કોંગ્રેસને કિશનગંજ, કટિહાર અને સાસારામમાં સફળતા મળી હતી. બાકીની છ બેઠકો પર તેનો પરાજય થયો હતો. જો કે, અગાઉની ચૂંટણીની તુલનાએ આ વખતે વધુ મત મેળવ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ આ ઉપલબ્ધિથી સંતુષ્ટ નથી. તેઓએ પ્રેસ કોન્ફરન્સ પર સ્પષ્ટ કહ્યું હતું કે, અમુક બેઠકો પર પક્ષની હાર આંતરિક મતભેદોના કારણે રહી છે. આંતરિક મતભેદોના લીધે તેઓ બેઠક યોજી સમીક્ષા કરવા માગે છે. તેમના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી યોગ્ય કામગીરી હાથ ધરશે.


  'પત્થર પર માથું પછાડવા જેવું...' માંઝીના નિવેદનથી બેકફૂટ પર નીતિશ કુમાર, NDAમાં ખટપટ શરૂ 2 - image


Google NewsGoogle News