Get The App

વડોદરા, જયપુર, પટણા સહિત 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
વડોદરા, જયપુર, પટણા સહિત 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ 1 - image


Image:X

Several airports across India receive bomb threats: ભારત સહિત વિશ્વભરમાં ધમકીભર્યા મેઈલ અને ખાસ કરીને બોમ્બથી સંસ્થાઓ-એરપોર્ટ ઉડાવી દેવાની ધમકીઓનું પ્રમાણ નોંધપાત્ર વધી રહ્યું છે. હવે મંગળવારે દેશભરના એકબાદ એક 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી સર્જાઈ હતી. સૌપ્રથમ વડોદરા, બાદમાં પટણા અને જયપુર સહિત હવે દેશના 40 એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈ-મેઈલથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી તપાસ  

બોમ્બની ધમકી મળતા એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો અને તરત જ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. તરત જ એરપોર્ટ પોલીસ અને CISFની ટીમ પટણા એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બોમ્બ સ્કવોડ અને સ્નિફર ડોગ ટીમ પણ આવી પહોંચી હતી. તેમની મદદથી મંગળવારે બપોરે લગભગ એક કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ પટણા પોલીસ એલર્ટ મોડ પર છે. સાયબર સેલ અને અન્ય તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનેક વધારાના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. 

રાજસ્થાનની 104 કોલેજોને પણ ધમકી 

આ પહેલા જયપુરની SSG પરીક પીજી કોલેજ સહિત રાજ્યની 104 કોલેજોને બોમ્બની ધમકી મળી હતી. મંગળવારે સવારે લગભગ 9 વાગ્યે કોલેજ મેનેજમેન્ટને મેલ દ્વારા આ ધમકી મળી હતી. મેલ મોકલનારએ લખ્યું હતુ કે, તમારી કોલેજમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. બોમ્બ કોઈકની બેગમાં છે. એક વ્યક્તિ કોલેજની અંદર રાઈફલ (બંદૂક) લઈને આવ્યો છે, તે બધાને ગોળી મારી દેશે. કોલેજ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. આ પછી પારીક કોલેજને ખાલી કરાવીને સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો, બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી તપાસ


Google NewsGoogle News