ટ્રેનની ટિકિટ પર મળે છે 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કોને મળે છે આ છુટ અને જરૂરી દસ્તાવેજો

ભારતીય રેલવે દેશના દરેક નાગરિકોને ધ્યાનમાં રાખી રેલવેના નિયમો બનાવે છે.

બીમાર દર્દી અને દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે ટિકિટમાં છુટ આપવામાં આવે છે.

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
ટ્રેનની ટિકિટ પર મળે છે 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કોને મળે છે આ છુટ અને જરૂરી દસ્તાવેજો 1 - image
Image  Railway Web

તા. 25 નવેમ્બર 2023, શનિવાર  

ભારતીય રેલવેમાં બીમાર અને દિવ્યાંગ લોકોને ભાડામાં 100 ટકા સુધીની છુટ મળે છે. હકીકતમાં બીમાર અને દિવ્યાંગ વ્યક્તિઓની ટિકિટ પર કેટલીક છુટ મળે છે. તેમજ આ સાથે તેના માટે તમારે શું કરવાનું છે, તેના વિશે પણ વિગતે માહિતી આપીશું. જેમા ઉદાહરણ પ્રમાણે જો તમારી સાથે કોઈ કેંસરવાળો દર્દી હોય તો રેલવેમાં SL/3A ક્લાસમાં મુસાફરી કરવી હોય તો તેમા 100 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

કઈ બીમારીમાં ટિકિટના ભાડા પર કેટલી છુટ આપવામાં આવે છે

કેંસર 

જો કોઈ વ્યક્તિને કેંસર છે અને તેના ઈલાજ કરાવવા માટે કોઈ બીજા શહેરમાં ટ્રેન દ્વારા લઈ જવા માંગો છો તો રેલવે SL/3A ક્લાસમાં તે વ્યક્તિને અને તેની સાથે યાત્રા કરતા તેની સાથીની ટિકિટમાં 100 ટકાની છુટ આપવામાં આવે છે. 

2A/CC ની ટિકિટ પર 75 ટકાની છુટ મળે છે, જ્યારે  1A/2A ની ટિકિટ પર 50 ટકાની છુટ આપવામાં આવે છે. 

થેલેસેમિયા 

જો કોઈ વ્યક્તિને થેલેસેમિયાનો રોગ છે અને તેની સારવાર કરાવવા માટે તમારે કોઈ શહેરમા ટ્રેન દ્વારા લઈ જવા ઈચ્છો તો રેલવેમાં 1A/2A/3A/SL/CC ક્લાસમાં 75 ટકાની છુટ મળે છે. 

આ સિવાય જો 1A/2A/3A/SL/CC ક્લાસમાં દર્દી અને તેની સાથીને 75 ટકાની છુટ મળે છે.  1A/2A માં 50 ટકાની છુટ મળે છે. 

હાર્ટની સર્જરી

1A/2A/3A/SL/CC ક્લાસમાં અને દર્દીની સાથે તેનો સાથીદારને પણ 75 ટકાની છુટ આપવામાં આવે છે. 1A/2A માં 50 ટકાની છુટ મળે છે.

ઓપરેશન/ કિડની પેશેન્ટ

1A/2A/3A/SL/CC ક્લાસમાં દર્દી અને તેની સાથેના વ્યક્તિને 75 ટકાની છુટ આપવામાં આવે છે. 1A/2Aમાં 50 ટકાની છુટ આપવામાં આવે છે. 

ટીબીની બીમારી 

1A/2A/SLક્લાસના દર્દી અને તેની સાથે રહેલા વ્યક્તિને 75 ટકાની છુટ મળે છે.

એનીમિયા 

2A/3A/SL/CC ક્લાસમાં દર્દી અને તેની સાથેના વ્યક્તિને 50 ટકા છુટ આપવામાં આવે છે.  

હીમોફેલિયા 

1A/2A/3A/SL/CC ક્લાસમાં દર્દીને અને તેની સાથેના વ્યક્તિને75 ટકાની છુટ મળે છે. 

ક્યા દસ્તાવેજની પડશે જરુર

ટિકિટના ભાડામાં જો છુટ મેળવવા માંગો છો તો મુસાફરોએ મેડિકલ સર્ટિફેકેટની કોપી અને દિવ્યાંગ મુસાફરની ડિસેબિલિટી સર્ટિફિકેટની કોપી ટિકિટ સાથે જમાં કરાવવાની રહેશે. 

ક્યાથી લેવાની રહેશે ટિકિટ

આ સાથે જો તમારે આ છુટનો લાભ લેવો હોય તો તમારે રિઝર્વેશન કાઉન્ટર પર જઈ ટિકિટ મેળવવી પડશે. ઓનલાઈન ટિકિટ પર આ સુવિધા ઉપલબ્ધ નહી થાય. જો કે દિવ્યાંગ વ્યક્તિ તેની ડિસેબિલિટી સર્ટિફિકેટની સાથે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવી શકે છે. 


Google NewsGoogle News