ભાજપ શાસિત ઉત્તરાખંડમાં રામદેવને આંચકો, પાંચ દવા પર પ્રતિબંધ
પતંજલિના ઉત્પાદનો બનાવતી દિવ્ય ફાર્મસી દ્વારા આ પાંચ દવાઓ બનાવવામાં આવે છે
ભ્રામક જાહેરાત બદલ કરાયેલી કાર્યવાહી
દેહરાદૂન,
તા. ૧૦
ઉત્તરાખંડની આયુર્વેદ અને યુનાની લાયસન્સ ઓથોરિટીએ
ગેરમાર્ગે દોરનારી જાહેરાતો આપવા બદલ પતંજલિના ઉત્પાદનો બનાવતી દિવ્ય ફાર્મસીની
પાંચ દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે.
બ્લડ પ્રેશર,
ડાયાબિટીસ, ગોઇટર, ગ્લૂકોમા અને હાઇ
કોલેસ્ટરોલની સારવારમાં આ દવાઓનો ઉપયોેગ કરવામાં આવે છે. જે દવાઓના ઉત્પાદન પર
પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં બીપીગ્રિટ,
મધુગ્રિટ, થાઇરોગ્રિટ, લિપિડોમ અને
આઇગ્રિટ ગોલ્ડનો સમાવેશ થાય છે.
કેરળના એક ડોક્ટર કે વી બાબુએ આ સંદર્ભમાં જુલાઇમાં ફરિયાદ
કરી હતી. તેમણે પતંજલિની દિવ્ય ફાર્મસીની તરફથી ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીસ
(ઓબ્જેક્શનેબલ અડવર્ટાઇઝમેન્ટ) એક્ટ,
૧૯૫૪, ડ્રગ્સ
એન્ડ કોસ્મેટિક એક્ટ, ૧૯૪૦ અને
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૃલ્સ,
૧૯૪૫નો વારંવાર ભંગ કરવાનો આરોપ મૂક્યો હતોે.બાબુએ રાજ્યયની લાયસન્સ ઓથોરિટીને
૧૧ ઓક્ટોબરે ફરી એક વખત ઇમેલથી ફરિયાદ મોકલી હતી.
ઓથોરિટીએ પતંજલિની ફોર્મ્યુલેશન શીટ અને લેબલ બદલીને તમામ
પાંચ દવાઓને માટે ફરીથી મંજૂરી લેવા જણાવ્યું છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે
કંપની સંશોધન માટે મંજૂરી લીધા પછી જ ફરીથી ઉત્પાદન શરૃ કરી શકશે.
સ્ટેટ ઓથોરિટીએ જિલ્લા આયુર્વેદિક અને યુનાની ઓફિસરને કંપનીની
મુલાકાત લઇ એક સપ્તાહની અંદર વિસ્તૃત રિપોર્ટ આપવા જણાવ્યું છે.