Get The App

સોશિયલ મીડિયા પર દોસ્તી, 3 મહીના સુધી ગેંગરેપ, ધર્મ પરિવર્તન કરાવ્યું, પાદરી સહિત 13 સામે કેસ

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
સોશિયલ મીડિયા પર દોસ્તી, 3 મહીના સુધી ગેંગરેપ, ધર્મ પરિવર્તન કરાવ્યું, પાદરી સહિત 13 સામે કેસ 1 - image


Police case against 13 including priest in Punjab : પંજાબના બટાલામાં એક 22 વર્ષીય યુવતીનું કથિત રીતે અપહરણ કરી અને ગેંગરેપના કેસમાં પોલિસે એક પાદરી સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે કહ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા (BNS) કલમ 70 મુજબ ગેંગરેપ, 127(4) (ખોટી રીતે બંધક બનાવવા )અને 61(2) (અપહરણ) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓમાં પાદરી મંજીત સિંહ સિવાય સાવર મસીહ, હેપ્પી, કાજલ, રાજેન્દર  સહિત કુલ 13 લોકો સામેલ છે, જેમાંથી બે ની ઓળખહ હજુ સુધી થઈ શકી નથી. 

આ પણ વાંચો : કોઈને પણ છોડાશે નહીં... પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ કયા નેતાઓએ શું કહ્યું

સોશિયલ મીડિયા પર ફોલો અને 3 મહિના સુધી બંધક બનાવી શોષણ

પીડિતાએ કહ્યું કે, તે ફતેહગઢ ચુરિયાં રોડ પર આવેલા એક ગામની રાઈસ મિલમાં કામ કરતી હતી. આ ગામમાં રહેતા સાવર મસીહે કોઈની પાસેથી તેનુ સોશિયલ મીડિયા એકાઉન્ટ આઈડી મેળવીને તેને ફોલો કરવા લાગ્યો હતો. જાન્યુઆરીમાં સાવર મસીહ અને તેનો એક સંબંધી મિલ પર આવ્યા હતા અને તેને બહાર બોલાવી ધારદાર હથિયારો બતાવી ધમકાવીને સ્કૂટર પર બેસાડી અપહરણ કર્યું હતું.

પીડિતાના જણાવ્યા પ્રમાણે તેને એક અજાણી જગ્યા પર લઈ જવામાં આવી હતી જ્યાં તેના પર રેપ કરવામાં આવ્યો હતો, મારવામાં આવતી હતી અને ત્રણ મહિના સુધી એક ઘરમાં બંધ કરીને રાખવામાં આવી હતી. 

જબરજસ્તીથી ધર્મ પરિવર્તન અને દસ્તાવેજ પર સહી કરાવી

પીડિતાએ કહ્યું કે, એ પછી ત્યા આવેલા એક પાદરી મંજીત સિંહે મને એક પ્રવાહી પીવડાવ્યું હતું અને કહ્યું કે, હવે તેણે ઈસાઈ ધર્મ અપનાવી ચૂકી છે. એ પછી તેમણે એક દસ્તાવેજ પર સહી કરવાની ફરજ પાડવામાં આવી જેમાં જણાવાયું હતું કે, તે એક આરોપી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે.

આ પણ વાંચો : આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હતા હુમલા

પીડિતાએ જણાવ્યું કે, ગયા અઠવાડિયે આરોપી રૂમને તાળું મારવાનું ભૂલી ગયો હતો, જેનો ફાયદો ઉઠાવીને તે ત્યાંથી ભાગી ગઈ હતી.

આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે આ મહિનાની 1 એપ્રિલે મોહાલી કોર્ટે 2018ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. આ મહિનાની શરૂઆતમાં બે વર્ષથી ફરાર રહેલા અન્ય એક કથિત પાદરી જશન ગિલે ગુરદાસપુર કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

Tags :