Get The App

પાસપોર્ટ કોર્ટ પાસે છતાં NRI અમેરિકા ભાગી ગયો, સુપ્રીમ કોર્ટનો ધરપકડનો આદેશ, ગૃહમંત્રાલયને તપાસના નિર્દેશ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Man Leaves India Despite Passport in Court Custody


Man Leaves India Despite Passport in Court Custody: એક NRI પાસપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા હોવા છતા પાસપોર્ટ વગર જ અમેરિકા ભાગી ગયો હતો, કોર્ટની અવમાનનાનો સામનો કરી રહેલા આ NRIને પાસપોર્ટ વગર જ દેશ છોડીને ભગાડવામાં કોણે મદદ કરી તેની તપાસ કરવા તેમજ તેને શોધીને કોર્ટમાં હાજર કરવા માટે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. સાથે જ સવાલ ઉઠાવ્યો હતો કે પાસપોર્ટ વગર તે અમેરિકા કેવી રીતે ગયો? તેને કોણે મદદ કરી તેની પણ તપાસ કરવા ટકોર કરી હતી.

NRI મનીષ છોકર અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થયા હતા અને અંતિમ સેટલમેન્ટ વખતે કોર્ટે મનીષને આદેશ આપ્યો હતો કે તે પુત્રને માતાને સોંપે. જો કે મનીષે કોર્ટના આદેશનું પાલન ના કર્યું જેને પગલે તેની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી ચાલી રહી હતી અને તેનો પાસપોર્ટ સુપ્રીમ કોર્ટે પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. 

22મી જાન્યુઆરીએ સુનાવણી સમયે મનીષ કોર્ટમાં હાજર ના થયો બાદમાં 29મીએ પણ હાજર ના થયો. બાદમાં કોર્ટને જાણ કરવામાં આવી કે મનીષ અમેરિકા જતો, રહ્યો છે તેનો પુત્ર અમેરિકામાં રહે છે જેનું સ્વાસ્થ્ય ઠીક ના હોવાથી તે જતો રહ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે સવાલ એ ઉઠાવ્યો હતો કે તેનો પાસપોર્ટ કસ્ટડીમાં હોવા છતા તે કેવી રીતે ભારત છોડીને જતો રહ્યો? તેને પાસપોર્ટ વગર જવામાં કોણે મદદ કરી? 

કોર્ટની કાર્યવાહીથી છટકી જવા બદલ સુપ્રીમના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચે આરોપી મનીષ સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢીને તેની ધરપકડ કરીને કોર્ટમાં લાવવા આદેશ આપ્યો હતો. બેંચે કહ્યું હતું કે અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ આદેશ આપીએ છીએ કે તે આરોપી મનીષને ભારત લાવવા માટે કાર્યવાહી કરે. સાથે જ અમે એડી. સોલિસિટર જનરલ કે. એમ. નટરાજને આદેશ આપીએ છીએ કે તેઓ પાસપોર્ટ વગર મનીષ કેવી રીતે ભાગી ગયો અને તેને કોણે કોણે મદદ કરી તેની તપાસ કરવામાં આવે.

પાસપોર્ટ કોર્ટ પાસે છતાં NRI અમેરિકા ભાગી ગયો, સુપ્રીમ કોર્ટનો ધરપકડનો આદેશ, ગૃહમંત્રાલયને તપાસના નિર્દેશ 2 - image



Google NewsGoogle News