ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં જવા માટે પણ વિઝા અને પાસપોર્ટ છે જરૂરી, જાણો શા માટે

પંજાબના અમૃતસર જિલ્લામાં સ્થિત અટારી જવા માટે ભારતીય લોકોને પાકિસ્તાની વિઝા લેવાની જરૂર પડે છે

આ રેલવે સ્ટેશન અટારી શ્યામ સિંહ રેલવે સ્ટેશનના નામે ઓળખાય છે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં જવા માટે પણ વિઝા અને પાસપોર્ટ છે જરૂરી, જાણો શા માટે 1 - image


Indian Railways: ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. દેશના કરોડો લોકો દરરોજ રેલવેમાં મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે હજારો ટ્રેનોનું સંચાલન કરી રહી છે. રેલવે નેટવર્ક સીમાંત વિસ્તારોને મોટા મહાનગરો સાથે જોડે છે. આ કારણથી તેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. લોકોની સુવિધા માટે દેશમાં લગભગ 8000 જેટલા રેલવે સ્ટેશન આવેલા છે. પણ શું તમે જાણો છો કે દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે જ્યાં જવા માટે તમારે વિઝા અને પાસપોર્ટની જરૂર પડે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

પાસપોર્ટ અને વિઝા વગર થઈ શકે છે જેલ 

આ રેલવે સ્ટેશનનું નામ અટારી છે. ભારતનું આ રેલવે સ્ટેશન અમૃતસર જિલ્લામાં આવેલું છે. અટારી, ફિરોઝપુર રેલવે સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. આ સ્ટેશન ભારતનો ભાગ હોવા છતાં પણ ત્યાં જવા માટે તમારી પાસે પાકિસ્તાની વિઝા હોવા જરૂરી છે. જો તમે આ રેલવે સ્ટેશન પર વિઝા અને પાસપોર્ટ વગર ફરતા જોવા મળો છો તો તમારી વિરુદ્ધ ફોરેન એક્ટ 14 અંતર્ગત કેસ નોંધવામાં આવી શકે છે અને તમારે દંડ પણ ભરવો પડી શકે છે. આ ઉપરાંત તમને જેલની સજા પણ થઇ શકે છે. 

અટારી તો ભારતમાં છે તો પાકિસ્તાની વિઝા શા માટે?

અટારી  રેલવે સ્ટેશન તો ભારતના પંજાબમાં જ આવેલું છે, તો પછી ત્યાં જવા માટે પાકિસ્તાનની પરવાનગી શા માટે જરૂરી છે? તો એ એટલા માટે કે અટારી રેલવે સ્ટેશનથી એક ટ્રેન પાકિસ્તાન જાય છે, જેના કારણે અહીં જવા માટે પાકિસ્તાનની પરવાનગી લેવી પડે છે.

ક્યારે અને શા માટે આ સ્ટેશન બંધ થયું?

પરંતુ આ સ્ટેશન 8 ઓગસ્ટ 2019 થી બંધ કરવામાં આવ્યું છે, ત્યારથી જ સમજૌતા એક્સપ્રેસ પણ બંધ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કારણે પાકિસ્તાન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. જ્યારે આ ટ્રેન અટારી સ્ટેશનથી ઉપડતી ત્યારે મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને થોડીવાર પછી પાકિસ્તાનના પ્રથમ સ્ટેશન વાઘા ખાતે બે ઈન્સ્પેક્ટર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવતુ હતું. પંજાબ તરફથી ભારતનું આ છેલ્લું સ્ટેશન બંધ હોવા છતાં પણ આ સ્ટેશન પર કામ તો ચાલે છે. તેમ છતાં પણ લોકોને ત્યાં જવાની મંજુરી સરળતાથી મળતી નથી. 

અટારી પર દોડે છે આ ટ્રેન 

આ સ્ટેશન પર દિલ્હી અટારી એક્સપ્રેસ, અમૃતસર-અટારી ડીઈએમયુ, જબલપુર અટારી સ્પેશિયલ ટ્રેન, સમજૌતા એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો દોડે છે. નોંધનીય છે કે હાલમાં આ સ્ટેશન અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી બંને સમજૌતા એક્સપ્રેસ બંધ છે. 

ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં જવા માટે પણ વિઝા અને પાસપોર્ટ છે જરૂરી, જાણો શા માટે 2 - image


Google NewsGoogle News