એમપીમાં અમર કંટક એકસપ્રેસમાં બેઠેલા મુસાફરોના માથેથી ઘાત ટળી, ચાલુ ટ્રેનમાં આગ લાગી
ટ્રેનના બી-૩ અને બી -૪ કોચની વ્હિલ નીચે આગ શરુ થઇ હતી
મડીદીપ નજીક ટ્રેન અટકાવીને ફાયર ફાઇટરોએ આગ ઓલવી હતી.
ઇન્દોર,૧૧ જુલાઇ,૨૦૨૪,બુધવાર
છેલ્લા કેટલાક સમયથી રેલ દુર્ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. મધ્યપ્રદેશના અમરકંટક એકસપ્રેસમાં આગ લાગવાથી એક મોટો અકસ્માત થતા રહી ગયો હતો. આગની જવાળાઓ વચ્ચે અમરકંટક એકસપ્રેસ પાટા પર સડસડાટ દોડતી હોવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેનના એક એસી કોચના નિચેલા ભાગમાં અચાનક જ આગ લાગી હતી.
આ દુર્ઘટના મિસરોદ અને મંડીદીપ સ્ટેશનની વચ્ચે બની હતી પરંતુ કોઇ જ જાનહાની થઇ ન હતી. કોચમાં આગ અને ધૂમાડો જોઇને પ્રવાસીઓ ગભરાઇ ગયા હતા. આગની માહિતી મળતા ટ્રેનને મડીદીપ નજીક અટકાવીને ફાયર ફાઇટરોએ આગ પર ઓલવી હતી. ટ્રેનના બી-૩ અને બી -૪ કોચની વ્હિલ નીચે આગ શરુ થઇ હતી. આ સમગ્ર ઘટનાની રેલવે વિભાગ તપાસ કરી રહયું છે.