કાકા ભત્રીજા એક જ બેઠક પરથી ચૂંટણી લડવા જીદે ચડ્યા, ભાજપનું પણ વધશે ટેન્શન
હકીકતમાં બેઠકોની વહેંચણીને લઈને ભાજપા સામે પણ મોટો પડકાર હતો
પાસવાન પરિવારમાં ભાગલા બાદ પશુપતિને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
Pashupati Kumar Paras: કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે કહ્યું કે આજ અમારા સંસદીય બોર્ડની બેઠક થઈ. સભ્યોએ નિર્ણય કર્યો છે, કે જ્યા સુધી ભાજપાના ઉમેદવારોની યાદી જાહેર ન થાય ત્યા સુધી અમે રાહ જોઈશું. પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી અમારા પાંચેય સાંસદો પર વિચાર કરે. અમે યાદીની રાહ જોઈશું. જાહેરાત પછી જો અમને બરોબર સમ્માન આપવામાં નહીં આવે તો અમે પાર્ટીથી સ્વતંત્ર છીએ અને અમારા માટે દરવાજા ખુલ્લા છે. અમે ગમે ત્યાં જવા માટે તૈયાર છીએ.
તો ચિરાગ પાસવાનને મોટો ઝટકો લાગશે...
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે, તેઓ હાજીપુરથી જ ચૂંટણી લડશે. જો કે, હાલમાં અમે સમયની રાહ જોઈશું અને યોગ્ય સમયે અમે અમારો નિર્ણય જાહેર કરીશું. જો તેમણે હાજીપુરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, તો ચિરાગ પાસવાન એક મોટો ઝટકો લાગી શકે છે.
જ્યાં સુધી ભાજપાનું લિસ્ટ ન આવે ત્યાં સુધી..
પશુપતિ કુમાર પારસે કહ્યું કે, મીડિયાના માધ્યમથી આવેલી માહિતી પ્રમાણે અમારી પાર્ટીને પ્રાથમિકતા નથી આપવામાં આવી રહી. જેના કારણે અમારા પક્ષના કાર્યકરોમાં નિરાશા છે. જ્યાં સુધી ભાજપાની વિધિવત યાદી ન આવે ત્યાં સુધી અમારો આગ્રહ છે કે, અમારી પાર્ટીના 5 સાંસદોને ધ્યાનમાં લેવામાં આવે.
પાસવાન પરિવારમાં ભાગલા બાદ પશુપતિને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
પશુપતિ પારસનું આ નિવેદન એટલા માટે પણ મહત્ત્વનું છે, કારણ કે ભાજપાએ તેમની જગ્યાએ તેમના ભત્રીજા ચિરાગ પાસવાનને લેવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં બેઠકોની વહેંચણીને લઈને ભાજપા સામે મોટો પડકાર એ હતો, કે તેઓ ચિરાગ પાસવાન સાથે રહે કે પછી તેના કાકા પશુપતિનાથ પારસ સાથે ગઠબંધન કરે. ત્યાર બાદ ભાજપાએ આ ચૂંટણીમાં ચિરાગ પાસવાનને સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. અહીં એક વાત નોંધનીય છે કે, પશુપતિ કુમાર પારસ લાંબા સમય સુધી કેન્દ્રમાં મંત્રી તરીકે રહ્યા છે.