Get The App

25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર: વક્ફ અને એક રાષ્ટ્ર-એક ચૂંટણી મુદ્દે થઈ શકે છે નિર્ણય

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર: વક્ફ અને એક રાષ્ટ્ર-એક ચૂંટણી મુદ્દે થઈ શકે છે નિર્ણય 1 - image
Image Wikipedia

Parliament Winter Session : સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ઘણા મહત્ત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. શિયાળુ સત્ર દરમિયાન વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ પર ભારે હોબાળો થવાના અણસાર જોવા મળી રહ્યા છે. કેબિનેટ વન નેશન-વન ઈલેક્શન અંગેના અહેવાલને મંજૂરી આપ્યા બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે. 

વિપક્ષ વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કરી રહી છે

ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીઓ વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કરી રહી છે અને દેશમાં એક સાથે ચૂંટણીના પક્ષમાં નથી. 26મી નવેમ્બરે બંધારણની 75મી વર્ષગાંઠ પર સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદનું સંયુક્ત સત્ર યોજવામાં આવી શકે છે.

વકફ બિલ પર પણ હોબાળો થવાની શક્યતા

આ ઉપરાંત વકફ બિલ પર બનેલી JPC સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. તેમા પણ હોબાળો થવાની શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વકફ (સુધારા) બિલ 2024 પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આ બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે.

18મી લોકસભાનું પ્રથમ ચોમાસુ સત્ર 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ 12 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 બિલ પાસ કરવામાં આવ્યા હતા. જેમાં ફાયનાન્સ બિલ 2024, વિનિયોગ બિલ 2024, જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ 2024 અને ઈન્ડિયન એરક્રાફ્ટ બિલનો સમાવેશ થાય છે.



Google NewsGoogle News