Get The App

સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ, આ બે મહત્ત્વના મુદ્દા પર લેવાશે નિર્ણય

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
Parliament winter Session


Parliament Winter Session: 18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. જે 20 ડિસેમ્બર સુધી યોજાશે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર સંયુક્ત સેશન પણ યોજાશે. આ સેશન જુની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામાં આવશે. બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન બંધારણની 75મી વર્ષગાંઠના ભાગરૂપે કરવામાં આવશે. 

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ ટ્વિટ કરી આ અંગે જણાવ્યું હતું કે, ‘બંને સદનમાં શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. અને 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.’



આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રસાકસી! રાજ ઠાકરેએ છેલ્લે છેલ્લે બાજી પલટી, દીકરાના બદલે 10 બેઠક વાળી ડીલ કરી કેન્સલ

ચૂંટણી પરિણામો બાદ શરૂ થશે સત્ર

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પરિણામોના બે દિવસ બાદ શિયાળુ સત્ર શરૂ થશે. આ બંને રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે આવશે. 

આ બે મુદ્દાઓ પર ઠરાવ પસાર થઈ શકે

આગામી શિયાળુ સત્રમાં સંસદમાં બે મહત્ત્વના સુધારા પર ચર્ચાઓ અને મંજૂરી મળી શકે છે. જેમાં એક વકફ બિલ, 2024 અને વન નેશન વન ઈલેક્શનનો મુદ્દો સમાવિષ્ટ છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વકફ બિલના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, સંસદના આગામી સેશનમાં અમે આ મુદ્દે ઉકેલ લાવીશું.

વન નેશન, વન ઈલેક્શન પર પણ ફોકસ

એનડીએ સરકાર વન નેશન, વન ઈલેક્શન પર ફોકસ કરતાં ઠરાવને મંજૂરી આપવા ભલામણો આપી રહી છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસ પર કહ્યું હતું કે, વન નેશન વન ઈલેક્શન ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવશે. જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા નવી ઉર્જા અને સંસાધનો પૂરા પાડશે.

સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ, આ બે મહત્ત્વના મુદ્દા પર લેવાશે નિર્ણય 2 - image


Google NewsGoogle News