Special Session : આજે નવા સંસદભવનના શ્રીગણેશ, સાંસદોને પ્રવેશ પહેલા મળશે આ વિશેષ ભેટ

75 વર્ષના સંસદની સફરના ઈતિહાસને સાચવી રાખનાર જૂના સંસદ ભવનને અલવિદા કરવામાં આવશે

આ વિશેષ સત્ર આગામી 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
Special Session : આજે નવા સંસદભવનના શ્રીગણેશ, સાંસદોને પ્રવેશ પહેલા મળશે આ વિશેષ ભેટ 1 - image


Parliament Special Session : આજે દેશના 75 વર્ષના સંસદની સફરના ઈતિહાસને સાચવી રાખનાર જૂના સંસદ ભવનને અલવિદા કરવામાં આવશે અને સંસદ નવા ભવનમાં સિફ્ટ થશે. આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજો દિવસ છે ત્યારે સાંસદો નવા સંસદ ભવનમાં સવારે 11 વાગ્યે પ્રવેશ કરશે, આ સાથે જ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે બંને ગૃહોના સભ્યોને વિશેષ ભેટ આપવામાં આવશે.

સત્ર 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે

ગઈકાલે સંસદના વિશેષ સત્રના પહેલા દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં થઈ હતી, આ વિશેષ સત્ર આગામી 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે વિશેષ સત્રના બીજા દિવસની ગૃહોની કાર્યવાહી નવા સંસદભવનમાં થવાની છે ત્યારે તેને લઈને ભવનમાં વિશેષ તૈયારી કરવામાં આવી છે તેમજ આજે નવા સંસદ ભવનમાં પહેલા સત્રનો ખાસ દિવસ હોય તેના માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોને એક વિશેષ ભેટ આપવામાં આવશે જેમાં 75 રુપિયાનો ચાંદિનો સિક્કો, બંધારણની નકલ તેમજ નવી સંસદની સ્ટેમ્પવાળી પુસ્તિકા સામેલ છે. આ સિવાય પણ અન્ય ઘણી ભેટો આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું

આ પહેલા આ વર્ષે જ મે મહિનાની 28મી તારીખે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કર્યું હતું. આજે નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 કલાકે તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 કલાકે શરુ થશે. આ પહેલા ગઈકાલે કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં મહિલાઓ માટે 33 ટકા અનામત સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી હતી તેમજ આજે આ બીલને નવા સંસદ ભવનમાં રજૂ કરવામાં આવી શકે છે.


Google NewsGoogle News