Get The App

‘સરહદ પર શાંતિ વિના બંને દેશોના સંબંધો સામાન્ય ન રહી શકે’, ભારત-ચીનના સંબંધો અંગે એસ.જયશંકરનું મોટું નિવેદન

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
‘સરહદ પર શાંતિ વિના બંને દેશોના સંબંધો સામાન્ય ન રહી શકે’, ભારત-ચીનના સંબંધો અંગે એસ.જયશંકરનું મોટું નિવેદન 1 - image


Parliament Session : ભારત અને ચીન વચ્ચે વર્તમાન સમયમાં સંબંધો કેવા છે, બંને દેશોની સરહદ પર સ્થિતિ છું ? તે અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) લોકસભામાં તમામ જવાબ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘બંને દેશો તરફથી પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં સેના પાછી ખેંચવાની કામગીરી પુરી થઈ ગઈ છે. બંને દેશો સરહદ વિવાદ ઉકેલવા માટે દાયકાઓથી વાત કરી રહી છે. અમે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા માટે સંમત થયા છીએ. ચીને મે-જૂન 2020માં સરહદ પર અનેક સૈનિકો તહેનાત કર્યા હતા, જેના કારણે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. ગલવાન ખીણમાં અથડામણ (Galwan War) થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. પછી ભારતે પણ વળતો જવાબ આપી LCA પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તહેનાત કર્યા હતા.

LAC પર સેના પરત પાછી ખેંચવાની કામગીરી પૂર્ણ : જયશંકર

તેમણે લોકસભામાં કહ્યું કે, ‘એલએસી પર ડિસએન્ગેજમેન્ટની કામગીરી પુરી થઈ ગઈ છે. લદ્દાખ અને ડેમચોકમાં પણ કામગીરી પુરી કરી દેવાઈ છે. હવે અમે તણાવ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવશે. અમે આપણા સૈનિકોની મદદ કરવા માટે તત્પર છે. આપણા સંબંધો ચીન સાથે સુધરી રહ્યા છે, જોકે ઘર્ષણ પહેલા જે સંબંધો હતા, તેવા સંબંધો હાલ સંપૂર્ણ સુધર્યા નથી. આગામી સમયમાં અમે ચીન સાથે ચર્ચા કરીશું કે, હવે વિવાદ ન થવો જોઈએ.’

આ પણ વાંચો : દિલ્હીમાંથી કેજરીવાલને હટાવવા ભાજપે બનાવ્યો ગજબનો પ્લાન ! AAPની જેમ લાવશે ત્રણ મફત યોજના

‘આગામી સમયમાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ’

તેમણે ભાષણમાં કહ્યું કે, ‘વર્ષ 1991માં બંને દેશો એલએસપી પર શાંતિ જાળવવા માટે સંમત થયા હતા. 1993માં એલએસી પર શાંતિને બહાલી આપવા માટે સહમતી યથાવત્ રાખી હતી. બંને દેશો સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે જ્યારે પણ બેઠક કરવામાં આવી છે, ત્યારે તે સમજૂતીને યાદ કરવામાં આવી છે. ભારત તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ.’

ભારતે પહેલા કરતા વધુ કડક કાર્યવાહી કરી : વિદેશમંત્રી

તેમણે એમ પણ કહ્યું કે, ‘તાજેતરના અનુભવો થયા બાદ અમે સરહદ પર વધુ કડક કાર્યવાહી કરી છે. બંને પક્ષો સરહદ પર કડકાઈથી સુરક્ષાનું પાલન કરી રહ્યા છે. સરહદ પર અગાઉ જેવી ઘટનાઓ બનતી હતી, તેવી ઘટનાઓ હવેના સમયમાં ન બની, તે માટે સમજુતીનું પાલન કરવું જરૂરી છે. સરકારે કહ્યું છે કે, જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી ભારત-ચીન વચ્ચેના સંબંધો (India-China Relation) હજુ સામાન્ય ન થઈ શકે. અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે, શાંતિ અને સમજુતી વગર જ સંબંધો સારા બમવાની ગેરેંટી છે. ચીનના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ પણ ચીનના સમકક્ષો સાથે વાત કરી છે.

આ પણ વાંચો : ગૂગલ મેપના સહારે મુસાફરી કરવી ભારે પડી ! શૉર્ટકટના ચક્કરમાં કેનાલમાં ખાબકી કાર

‘આગામી સમયમાં વિવાદ ન થાય તે માટે પણ ચર્ચા થશે’

જયશંકરે કહ્યું કે, લદ્દાખમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે દર્શાવે છે કે, સરકાર આપણા સૈનિકો માટે મદદ કરવાની તત્પર છે. આપણા ચીન સાથે સંબંધો આગળ વધી રહ્યા છે. એ હકીકત છે કે, અગાઉની ઘટનાઓના કારણે ભારતના ચીન સાથે સંબંધો બગડ્યા હતા. આગાની દિવસોમાં ચીન સાથે સરહદ વિવાદ ન થવા મુદ્દે ચર્ચા કરાશે.


Google NewsGoogle News