સંસદમાંથી 92 સાંસદો સસ્પેન્ડ : આ સરકારે રાજીવ ગાંધી સરકારનો તોડ્યો રેકોર્ડ
અગાઉ રાજીવ ગાંધીની સરકારમાં એક સાથે 63 સાંસદને કરાયા હતા સસ્પેન્ડ
અગાઉ સંસદમાં ઠક્કર કમીશનની રિપોર્ટ મામલે આ સાંસદોને કરાયા હતા સસ્પેન્ડ
નવી દિલ્હી, તા.18 નવેમ્બર-2023, સોમવાર
સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session)માં અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ 1989માં રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની સરકારમાં 63 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા, ત્યારે મોદી સરકારે (PM Modi Government) રાજીવ ગાંધીનો આ રેકોર્ડ તોડ્યો છે. શિયાળુ સત્રમાં આજે સોમવારે જોરદાર હોબાળો જોવા મળ્યો. હોબાળાના કારણે સંસદના બંને ગૃહોમાંથી 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા. આમાંથી 33 લોકસભાના અને 45 રાજ્યસભાના સાંસદો છે. લોકસભામાંથી જે સાંસદોને સસ્પેન્ડ કરાયા છે, તેમાંથી 30 સાંસદોને આખા સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. બાકીના 3 કે.જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિદને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આ ત્રણેય પર સ્પીકરના પોડિયમ પર ચઢીને સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે.
મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરાયા હોવાનું સંસદના ઈતિહાસમાં પહેલીવાર બન્યું
આ જ રીતે રાજ્યસભામાંથી 45 સાંસદોને આજે સસ્પેન્ડ કરાયા છે. આમાંથી 34 સાંસદોને આખા સત્રમાંથી જ્યારે 11 સાંસદોને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આમ અત્યાર સુધીમાં બંને ગૃહોમાંથી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. આમાંથી 13 લોકસભાના અને 46 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. જોકે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરાયા હોવાનું પહેલીવાર બન્યું નથી. અગાઉ 1989માં રાજીવ ગાંધીની સરકારમાં પણ એકસાથે 63 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.
1989માં એકસાથે 63 સાંસદોને સસ્પેન્ડ કરાયા
અગાઉ 1989માં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને કોંગ્રેસ પાસે પ્રચંડ બહુમતી હતી, ત્યારે એક સાથે 63 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. સંસદમાં ઠક્કર કમીશનની રિપોર્ટ મામલે હોબાળો મચ્યા બાદ આ તમામ સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરાયા હતા. ઠક્કર કમીશને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ની હત્યાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ સાંસદોને સસ્પેન્ડ કરવા ઉપરાંત 4 અન્ય સાંસદોને પણ વૉકઆઉટ કરી દેવાયા હતા.