'400 પારનો દાવો કરનારા પોતે જ લાચાર બની ગયા', લોકસભામાં અખિલેશના સરકાર પર પ્રહાર
Lok Sabha Speaker LIVE: આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. વડાપ્રધાનના સંબોધન પહેલાં આજે પણ રાષ્ટ્રપતિ અભિભાષણ પર સંસદના બંને ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. 18મી લોકસભાની રચના બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે.
• Parliament Session 2024 Update Live
લોકસભામાં અખિલેશના સરકાર પર પ્રહાર
લોકસભામાં રાહુલ ગાંધી બાદ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, '400 પારનો દાવો કરનારા પોતે જ લાચાર બની ગયા છે. જે દિવસે ગંગા સાફ થશે, કાશી પોતે ક્યોટો બની જશે. મોદીજીનું સ્માર્ટ સિટી માત્ર એક જુમલો છે. જુમલેબાજથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે. પેપર લીક નહીં થાય તેની ખાતરી સરકાર ક્યારે આપશે?
ઈન્ડિયા બ્લોકની સરકાર બની તો અગ્નિવીર યોજના ખતમ કરીશું
અખિલેશ યાદવે જાતિ આધારિત વસ્તીગણતરીની વાત કરી અને સાથે જ અગ્નિવીર યોજનાને લઇને પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ‘હું પોતે સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અગ્નિવીર યોજનાના સહારે સીમા સુરક્ષા કરી શકાય નહી. ઈન્ડિયા બ્લોક જ્યારે પણ સત્તામાં આવશે, અગ્નિવીર યોજનાને સમાપ્ત કરવાનું કામ કરશે. તેમણે એમએસપીને લઇને કહ્યું કે જે માર્કેટ બનાવી શક્યા નહી, તે એમએસપીની લીગલ ગેરેન્ટી શું આપશે.’
અખિલેશે ઓલ્ડ પેન્શન સ્કીમનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં ન હોવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ‘વણકરો માટે જૂની સરકારોની યોજનાઓ બંધ કરી દીધી છે. આ સરકારે યુવાનોને નોકરી આપી નથી. તેમની પાસેથી ઘણી નોકરીઓ છિનવી લીધી છે. એટલા માટે કહીશ કે તમારા રાજમાં ના તો નોકરી આશા છે ના તો રોજગારની. કારણ કે તમે નાના બિઝનેસને એટલો નાનો કરી દીધો છે કે તે ના તો રોજગા આપી શકે, ના તો રોજગાર ચલાવી શકે. કેટલીક નોકરીઓ આવે છે તો ઇંટીગ્રિટીના નામે સાથીઓને રાખવામાં આવે છે. અનામતની સાથે જેટલો અન્યાય આ સરકારે કર્યો છે, એટલો બીજી કોઇ સરકારે કર્યો નહી હોય. જાણીજોઇને નોકરી આપવામાં આવતી નથી કારણ કે અનામત આપવી પડે. આશા છે કે સરકાર ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી તેના કેન્દ્રમાં ગરીબ, મહિલા, ખેડૂતો, યુવાનો માટે પેપર પર નહી, ખરેખર વ્યવસ્થા કરવામાં આવશે. અમને આશા છે કે આગામી વખતે રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય, સરકારી ભાષણ નહી. સત્યતા સાથે સરકાર પોતાની વાતો રજૂ કરે.’
જેને દત્તક લેવામાં આવે છે, તેને અનાથ છોડી દેવા સારી વાત નથી
અખિલેશ યાદવે કહ્યું કે ‘જે ઉત્તર પ્રદેશ ભાજપની સરકાર બનાવી, તે યુપી સાથે ભેદભાવ કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશમાં જે કોઈ એક્સપ્રેસ વે બન્યા છે, તે યુપીના બજેટમાંથી બન્યા છે. કેન્દ્રએ એક પણ એક્સપ્રે વે આપ્યા નથી. પીએમએ જે ગામને દત્તક લીધું હતું, તેની તસવીર બદલાઇ નથી. 10 વર્ષમાં એ જ કાચાં ઝૂંપડા અને તૂટેલા રોડ છે. તેમને નામ પણ યાદ છે કે નહી. નામ પૂછીને શરમમાં મૂકીશ નહી. જેને દત્તક લેવામાં આવે છે, તેને અનાથ છોડી દેવું સારી વાત નથી.’
80માંથી 80 સીટો જીતી જાઉં તો પણ ઇવીએમ પર વિશ્વાસ નથી
અખિલેશ યાદવે લોકસભામાં સરકાર શાયરના અંદાજમાં હુમલો કરતાં કહ્યું કે 'હજૂર-એ-આલા આજ તક ખામોશ બૈઠે હૈ ઇસી ગમ મેં, મહફિલ લૂટ લે ગયા કોઇ જબકી સજાઇ હમને'. તેમણે કહ્યું કે ‘જ્યારે આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ત્યારે અમે જોયું કે ચૂંટણી પંચ કેટલાક લોકો પર મહેરબાન રહ્યું. તે સંસ્થા નિષ્પક્ષ હશે તો ભારતનું લોકતંત્ર મજબૂત થશે. ઇવીએમ પર મને આજે પણ વિશ્વાસ નથી. 80માંથી 80 સીટો જીતી જાઉં તો પણ વિશ્વાસ નહી થાય. અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ઇવીએમથી જીતીને ઇવીએમ હટાવીશું.’
સરકાર પેપર લીક કરાવે છે, કારણ કે તે નોકરી નથી આપવી
લોકસભામાં ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં તમામ પેપર લીક થયા છે. ઘણાં રાજ્યોના બાળકો પેપર આપવા ગયા, પરંતુ પેપર લીક થઇ ગયું. નીટનું પેપર પણ લીક થઇ ગયું. આમ કેવી રીતે થાય છે. સરકાર પેપર લીક એટલા માટે કરાવી રહી છે, કારણ કે તે નોકરી આપવા માંગતી નથી.
હવે મન મરજી નહી, જન મરજી ચાલશે
અખિલેશ યાદવે કહ્યું કે આ ચાલનાર નહી, ઢળી પડનાર સરકાર છે. મન મરજી નહી, જન મરજી ચાલશે. બંધારણના રક્ષકોની જીત થઇ છે. હું કહેવા માંગુ છું કે દેશ કોઇની મહત્ત્વાકાંક્ષાથી ચાલશે નહી.
સાંપ્રદાયિક રાજકારણની હાર થઇ છે
અખિલેશ યાદવે સાંપ્રદાયિક રાજકારણનો મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું કે ‘આ ચૂંટણીમાં સાંપ્રદાયિક રાજકારણની હાર થઇ છે. સરકાર કહે છે કે પાંચમી અર્થવ્યવસ્થા બની ગઇ છે, પરંતુ સરકાર કેમ છુપાવે છે કે પ્રતિ વ્યક્તિ આવક કયા સ્થાન પર પહોંચી ગઇ છે. આપણે હંગર ઇંડેક્સમાં ક્યાં છીએ.’
સંસદમાં શું છે આજનો એજન્ડા
18 મી લોકસભાના પ્રથમ સત્રનો આજે સાતમો દિવસ છે. સંસદ સત્રના સાતમા દિવસે લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે.
ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સની જીત
અખિલેશ યાદવે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં બોલતાં તમામ સાંસદો અને સ્પીકરને શુભેચ્છા પાઠવી. તેમણે ટોણો મારતાં કહ્યું કે ‘તમામ સમજદાર અને બુદ્ધિમાન મતદારોને ધન્યવાદ પાઠવું છું. એવું લાગી રહ્યું છે કે હારેલી સરકાર બિરાજમાન છે. જનતા કહી રહી છે કે ચાલશે નહી, સરકાર તૂટી પડશે.’
રાજ્યસભામાં સભ્યોને પાઠવી શુભેચ્છા
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ અધ્યક્ષ જગદીપ ધનખડે વીણા મસ્તાવ રાવ યાદવ, મદન રાઠોડ ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.