ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર, આવતીકાલે 11 વાગે યોજાશે ચૂંટણી

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
parliament


Parliament Session 2024 : આજે 18મી લોકસભાના પ્રથમ સત્રના બીજો દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. આ સાથે જ  દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે. ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આવતીકાલે 11 વાગે  ચૂંટણી યોજાશે.

•LIVE UPDATE 

સ્પીકર પદના ઘમસાણ વચ્ચે શરદ પવારે કહી આ વાત

આ દરમિયાન શરદ પવારે કહ્યું કે 'સાચું કહું તો મેં કોઇની સાથે ચર્ચા કરી નથી. હંમેશાથી એવી જ પ્રેક્ટિસ છે કે રૂલિંગ પાર્ટી પાસે સ્પીકરની પોસ્ટ જાય છે. વિરોધ પાર્ટીની સાથે ડેપ્યુટી સ્પીકરનું પદ જતું હોય છે. પરંતુ ગત 10 વર્ષથી અને મોદી સરકારનું રાજમાં તેમના તેમને વધુ સીટો મળ્યા બાદ તેમણે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપ્યું નહી. અમારી INDIA બ્લોક સાથે વાતચીત થઇ. તેમણે મને ભલામણ  સૂચન આપ્યું કે તમે સરકારમાં બેઠેલા લોકોને અધ્યક્ષ પદની ચૂંટણી નિર્વિરોધ કરો. સ્પીકરનું પદ નિર્વિરોધ હોય તેમાં અમારી સહમતિ છે. આ સંદેશ સરકારને આપો. સાથે જ મેં પણ સૂચણ આપ્યું કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઇએ. 

અમારી સલાહ લેવામાં આવી નથી : TMC

કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન વતી સ્પીકર પદ માટે કે. સુરેશના નામની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ આ અંગે ઈન્ડિયા ગઠબંધનમાં સર્વસંમતિ હોય તેમ લાગતું નથી. આ અંગે તૃણમૂલનું કહેવું છે કે 'લોકસભા સ્પીકર પદ માટે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને મેદાનમાં ઉતારવા અંગે તૃણમૂલ તરફથી કોઈ સલાહ લેવામાં આવી નથી.'

TMC એ કે.સુરેશના નામાંકન પર કરી નહી સહી

ડીએમકે, શિવસેના, શરદ પવાર (એનસીપી) અને INDIA એલાયન્સની અન્ય મુખ્ય પાર્ટીઓએ કે. સુરેશના નામાંકન પત્ર પર સહી કરી દીધી છે. જોકે ટીએમએસીએ હજુ સુધી સહી કરી નથી. મમતા બેનર્જીની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. 

લોકસભામાં નંબર ગેમ શું છે?

લોકસભામાં નંબર ગેમની વાત કરવમાં આવે તો 2014 અને 2019ની સરખામણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો છે. એનડીએની આગેવાની કરી રહેલી ભાજપને આ વર્ષે બહુમત મળી નથી. જો કે 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ 293 છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 99 બેઠકો જીતી હતી. જો કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દેતા હવે તેનું સંખ્યાબળ 98 થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધન પાસે 233 સાંસદો છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત અન્ય 16 લોકો પણ ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા છે. 

કોણ છે કે સુરેશ? 

કે સુરેશ 8 વાર ચૂંટાયા છે. તે 1989, 1991, 1996, 1999, 2009, 2014, 2019, 2024 માં સાંસદ ચૂંટાયા હતા. કે સુરેશ કેરલની માવેલિક્કારા સીટ પરથી કોંગ્રેસ સાંસદ છે. કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. સૌથી અનુભવી સાંસદ હોવા છતાં તેમને પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટવામાં ન આવતા વિરોધ પક્ષે વિરોધ વ્યક્ત કર્યો હતો. કે સુરેશ 1989 માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009 માં તે કોંગ્રેસ સંસદીય દળના સચિવ બન્યા હતા. મનમોહન સરકારમાં સુરેશ ઓક્ટોબર 2012 થી 2014 સુધી કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા. 


કોંગ્રેસે ઓમ બિરલા સામે કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે. સુરેશને I.N.D.I.A ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે લોકસભા સ્પીકર પદ માટે આવતીકાલે (26 જૂન) સવારે 11 વાગ્યે મતદાન થશે. 

વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે

બીજેપી સાંસદ પંકજ ચૌધરી ઓમ બિરલાના પ્રસ્તાવક બની શકે છે. ઓમ બિરલા થોડીવારમાં જ સ્પીકર પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.

'અમે સ્પીકર પદ પર સરકારને સમર્થન આપીશું'

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે 'રાજનાથ સિંહે મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી. રાજનાથ સિંહને કહ્યું છે કે 'અમે સ્પીકર પદ માટે તેમના ઉમેદવારને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ.'

ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર, આવતીકાલે 11 વાગે યોજાશે ચૂંટણી 2 - image


Google NewsGoogle News