Get The App

PM મોદીએ ત્રીજી વખત સાંસદ તરીકે લીધા શપથ, રાહુલના બંધારણ મુદ્દે સરકાર પર પ્રહાર

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
PM મોદીએ ત્રીજી વખત સાંસદ તરીકે લીધા શપથ, રાહુલના બંધારણ મુદ્દે સરકાર પર પ્રહાર 1 - image


Parliament 1st Session 2024 :આજથી 18મી લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર અનેક રીતે ઘણું ખાસ બનવાનું છે. પહેલા સત્રમાં સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવ્યા હતા . આ સાથે જ સ્પીકરની પણ ચૂંટણી થશે. આ દરમિયાન 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે. ત્યાર પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી 28 જૂને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને 2 કે 3 જુલાઈએ વડાપ્રધાન મોદી તેનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી શરૂ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. આ દસ દિવસમાં કુલ આઠ બેઠક થશે.

Parliament Session 2024 LIVE UPDATES 

12:15 PM 

બંધારણ પર હુમલો સ્વીકાર્ય નથી : રાહુલ ગાંધી 

મીડિયા સાથે વાતચીત કરતાં કોંગ્રેસ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા બંધારણ પર કરવામાં આવી રહેલા હુમલાને સ્વીકારીશું નહીં. ભારતીય બંધારણને કોઈ તાકાત સ્પર્શી પણ નહીં શકે. 

12:10 PM 

સંસદના પ્રથમ સત્રમાં કઈ તારીખે શું થશે? જાણો 

24-25 જૂન- સત્રના શરૂઆતના આ બે દિવસ સાંસદોના શપથ

26 જૂન- આ વખતે બહુચર્ચિત લોકસભા સ્પીકરની ચૂંટણી 

27 જૂન- રાજ્યસભાના 264મા સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિનું અભિભાષણ

28 જૂન- સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા મંત્રીમંડળના સભ્યોનો પરિચય   

1-3 જુલાઈ- રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા

11:46 AM 

ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ ‘NEET NEET, SHAME SHAME’ના સૂત્રોચ્ચાર

18મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ગૃહમાં સૌથી પહેલા રાષ્ટ્રગાન થયું અને બાદમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યાર પછી વડાપ્રધાન મોદી સહિતના સાંસદોએ શપથ લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઊભા થયા ત્યારે વિપક્ષી સભ્યોએ ‘NEET NEET, SHAME SHAME’ના સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો કર્યો. નોંધનીય છે કે વિપક્ષ નીટ પેપર લીક મામલામાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહ્યો છે.

11:38 AM 

વિપક્ષની સંસદ બહાર કૂચ બાદ બંધારણની નકલ સાથે સંસદમાં એન્ટ્રી 

સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનના સાંસદોએ બંધારણની કોપી સાથે સંસદની બહાર કૂચનું આયોજન કર્યું હતું. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાઅર્જુન ખડગે પણ હાજર હતા. તેના પછી તમામ સાંસદો ગૃહમાં બંધારણની નકલ લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે બંધારણને બચાવવાના જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે, પરંતુ મોદીજીએ બંધારણ તોડવાનો પ્રયાસ કર્યો. એટલા માટે આજે અમે અહીં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છીએ. અહીં ગાંધીજીની પ્રતિમા હતી અને અમે અહીં જ વિરોધ કરી રહ્યા છીએ. દરેક લોકતાંત્રિક નિયમો તોડવામાં આવી રહ્યા છે. એટલા માટે આજે અમે મોદીજીને કહી રહ્યા છીએ કે બંધારણનું પાલન કરો.

11:21 AM

વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શપથ લઈ લીધા બાદ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે રાધા મોહન સિંહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફગ્ગન સિંહ, ગૃહમંત્રી અમિત શાહને શપથ અપાવ્યા હતા. તેમના બાદ નવા સાંસદોને શપથ અપાવવામાં આવ્યા હતા. 

11:10 AM 

સંસદના પ્રથમ સત્રની શરૂઆત 

18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે. વિપક્ષે શરૂઆતથી જ સરકારને ઘેરવાની યોજના સાથે કમર કસી લીધી છે.  આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત સાંસદ તરીકે શપથ લીધા હતા. હવે પીએમ મોદી બાદ અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. 

10:42 AM  

વિપક્ષ અંગે શું બોલ્યાં પીએમ મોદી? 

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશને એક જવાબદાર વિપક્ષની જરૂર છે. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષ દેશના લોકતંત્રની ગરીમાને જાળવી રાખશે. જનતા આશા રાખે છે કે વિપક્ષ સારા પગલાં ભરશે. દેશને એક સારા વિપક્ષની જરૂર છે. અમે બધાને સાથે લઈને ચાલવા માગીએ છીએ. નવા સાંસદોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નવા ચુંટાયેલા સાંસદોનું સ્વાગત કરીએ છીએ. નવી ગતિ, નવી ઊંચાઇ મેળવવા આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. 

10:40 AM 

વડાપ્રધાન મોદીએ ઈમરજન્સી કાળનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ આજે પહેલીવાર સંસદની બહાર સંબોધન કર્યું હતું. 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા તેમણે કહ્યું કે નવા સંકલ્પો સાથે કામ કરશે આ 18મી લોકસભા. તેમણે કહ્યું કે આવતીકાલે 25 જૂન છે અને તે દિવસે દેશમાં ઈમરજન્સી કાળ એટલે કે ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા લાગુ કરાયેલી કટોકટીને 50 વર્ષ પૂરાં થઇ જશે. દેશને એક કેદખાનું બનાવી દેવામાં આવ્યું હતું. લોકતંત્ર માટે 25 જૂનનો દિવસ ભૂલી જવાનો દિવસ છે. લોકતંત્ર પર એ ઘટના એક કલંક સમાન. 

10:35 AM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા 

10:31 AM 

પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ સંસદ ભવન માટે રવાના થઈ ગયા છે. આજથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે સૌથી પહેલું કામ સાંસદોને શપથ લેવડાવવાનું છે.

10:30 AM 

આ વખતે સત્રનો કેવો છે એજન્ડા? 

રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારપછી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂને શરૂ થશે. વડાપ્રધાન 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે અને 10 દિવસમાં કુલ 8 બેઠકો યોજાશે. 

PM મોદીએ ત્રીજી વખત સાંસદ તરીકે લીધા શપથ, રાહુલના બંધારણ મુદ્દે સરકાર પર પ્રહાર 2 - image


Google NewsGoogle News