Get The App

સંસદમાં સુરક્ષા ચૂકઃ ગૃહમંત્રી દરેક સવાલનો જવાબ આપશે, વિપક્ષની માગ મુદ્દે ગિરિરાજ સિંહનું આશ્વાસન

ગિરિરાજે કહ્યું - વિપક્ષના લોકો તો સંસદને જ ગીરવે મૂકી દેવા માગે છે

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ટીએમસી સંસદને ચાલવા દેવા માગતા નથી

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
સંસદમાં સુરક્ષા ચૂકઃ ગૃહમંત્રી દરેક સવાલનો જવાબ આપશે, વિપક્ષની માગ મુદ્દે ગિરિરાજ સિંહનું આશ્વાસન 1 - image


Parliament Smoke Attack: સંસદની સુરક્ષામાં ચૂક મામલે બંને ગૃહોમાં જોરદાર હોબાળા વચ્ચે વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગ કરી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે સમય આવવા દો, તે દરેક સવાલનો જવાબ આપશે. વિપક્ષના લોકો તો સંસદને જ ગીરવે મૂકી દેવા માગે છે. 

ગિરિરાજે ટ્વિટ કરી આપ્યો જવાબ 

તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતાં લખ્યું કે ટુકડે ટુકડે ગેંગ ગૃહમંત્રી પાસે જવાબ માગે છે. તપાસ પૂરી થવા દો, તમને જડબાતોડ જવાબ મળશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ટીએમસી સંસદને ચાલવા દેવા માગતા નથી. આ ટૂલકીટ છે. બધું સત્ય સામે આવશે. સમય આવવાનો ગૃહમંત્રી તમામ સવાલોના જવાબ આપશે. આતંકવાદી અને ઉગ્રવાદીઓની કોઈ જાતિ નથી હોતી. 

સંસદમાં સુરક્ષા ચૂકઃ ગૃહમંત્રી દરેક સવાલનો જવાબ આપશે, વિપક્ષની માગ મુદ્દે ગિરિરાજ સિંહનું આશ્વાસન 2 - image


Google NewsGoogle News