'દેશભક્ત છું કે દેશદ્રોહી જનતા નક્કી કરશે,' સંસદની સુરક્ષા ચૂક મુદ્દે બોલ્યા BJP સાંસદ
દેશદ્રોહી છું કે દેશભક્ત એ જનતા નક્કી કરશે: પ્રતાપ સિમ્હા
એપ્રિલ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જનતા મત આપી તેમનો નિર્ણય સંભળાવશે
Image Social Media |
તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર
તાજેતરમાં લોકસભાની સુરક્ષાનો ભંગ કરીને સંસદમાં ઘુસેલા યુવકો જે સાંસદની ભલામણ દ્વારા પાસ મેળવી સંસદમાં પ્રવેશ મેળવ્યો હતો, તે બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હા વિરુદ્ધ કાર્યવાહી કરવા વિપક્ષે માંગણી કરી છે. આ દરમ્યાન પત્રકારો સાથે વાત કરતાં સિમ્હાએ કહ્યુ કે, આગામી 2024ની લોકસભા ચૂંટણી દરમ્યાન જનતા જ નક્કી કરશે કે, હું દેશભક્ત છું કે દેશદ્રોહી.
આ ઘટનાની તપાસમાં તેમણે કહ્યુ કે, 'મારા પર કથિત રીતે લગાવવામાં આવેલ દેશદ્રોહીના આરોપ મુદ્દે તેનો નિર્ણય ભગવાન અને તેમના ચાહકો પર છોડુ છું.' તમને જણાવી દઈએ કે જે યુવકોએ લોકસભામાં ધમાલ મચાવી હતી અને પીળા કલરમો ગેસ છોડ્યો હતો, તે 13 ડિસેમ્બરે પ્રતાપ સિમ્હાના કાર્યાલય દ્વારા ભલામણ કરવામાં આવી હતી તેના આધારે આ યુવકોને પાસ આપવામાં આવ્યા હતા.
દેશદ્રોહી છું કે દેશભક્ત એ જનતા નક્કી કરશે: પ્રતાપ સિમ્હા
બીજેપી સાંસદે કહ્યુ કે, "પ્રતાપ સિમ્હા દેશદ્રોહી છે કે દેશભક્ત ? મેસુરના પહાડોમાં બિરાજમાન માં ચામુંડેશ્વરી, બ્રહ્મગિરિ પર બિરાજમાન દેવી માં કાવેરી, કર્ણાટકના વાચકો જે છેલ્લા 20 વર્ષથી મારા લખાણો વાંચે છે અને જેમણે મારુ નવ વર્ષ કામ જોયુ છે. દેશ, ધર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડાયેલ મુદ્દાઓ પર મારા વ્યવહારો જોયા છે. તે એપ્રિલ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જનતા મત આપી તેમનો નિર્ણય સંભળાવશે."
પત્રકારો સાથે વાત કરતા સિમ્હાએ કહ્યું કે, જનતા જ ફાઈનલ નિર્ણય કરશે કે તે નક્કી કરશે કે હું દેશદ્રોહી છું કે દેશભક્ત. હું આ નિર્ણય જનતા પર છોડુ છું. આ સિવાય મારે બીજુ કાંઈ નથી કહેવું.