સંસદની સુરક્ષા ચુક મામલે માસ્ટરમાઇન્ડનું સરેન્ડર, લલિત સાથે વધુ એક આરોપી પોલીસ સમક્ષ હાજર

પોલીસના જણાવ્યા અનુસાર લલિત ઝા દિલ્હીથી સીધો જ રાજસ્થાન ભાગી ગયો હતો

ગઈકાલે ચાર આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાંડમાં મોકલી દીધા

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
સંસદની સુરક્ષા ચુક મામલે માસ્ટરમાઇન્ડનું સરેન્ડર, લલિત સાથે વધુ એક આરોપી પોલીસ સમક્ષ હાજર 1 - image


security breach in parliament : સંસદમાં સ્મોક બોમ્બ વડે એટેક (Smoke Bomb Attack) કરનારાના માસ્ટરમાઈન્ડ લલિત ઝાએ ગઈકાલે મોડી રાતે અન્ય એક વ્યક્તિ સાથે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. 

લલિત ઝા દિલ્હીથી સીધો જ રાજસ્થાન ભાગી ગયો હતો

સંસદમાં સ્મોક બોમ્બ વડે એટેક મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં માસ્ટરમાઈન્ડ લલિત ઝાએ ગઈકાલે રાતે મહેશ નામના વ્યક્તિ સાથે કર્તવ્ય પથ પરના પોલીસે સ્ટેશને આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે લલિત ઝાની ધરપકડ કરી છે જ્યારે મહેશને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર લલિત ઝા દિલ્હીથી સીધો જ રાજસ્થાનના નાગૌર ભાગી ગયો હતો જ્ચાં તે મહેશ નામના વ્યક્તિના ઠેકાણા પર પહોંચ્યો હતો. આ ઉપરાંત પોલીસે કહ્યું હતું કે મહેશ પણ 13મી ડિસેમ્બરે સંસદ ભવન આવવાનો હતો અને તેણે આ કાવતરાની પૂરી માહિતી હતી. મહેશ સાથે લલિતે દિલ્હી પહોંચીને આત્મસમર્પણ કર્યું હતું.

ગઈકાલે ચાર આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાંડમાં મોકલી દીધા

સંસદમાં સ્મોક બોમ્બ વડે એટેક (Smoke Bomb Attack) કરનારા ચાર આરોપીઓને ગઈકાલે સાત દિવસના પોલીસ રિમાંડમાં મોકલી દીધા છે. પોલીસે તેમના 15 દિવસના રિમાંડ માગ્યા હતા. પછી પટિયાલા હાઉસ કોર્ટ તરફથી સાત દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ એ પણ કહેવાયું કે રિમાંડની જરૂર પડતાં તેમાં વધારો કરવામાં આવશે. ફરિયાદ પક્ષે ધરપકડ કરાયેલા ચારેય લોકો સામે આતંકવાદનો આરોપ મૂક્યો હતો અને આરોપમાં કહેવાયું છે કે આ ચારેય લોકોએ ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. 

સંસદની સુરક્ષા ચુક મામલે માસ્ટરમાઇન્ડનું સરેન્ડર, લલિત સાથે વધુ એક આરોપી પોલીસ સમક્ષ હાજર 2 - image


Google NewsGoogle News