VIDEO: લ્યો બોલો, ભાજપના કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્ય મંત્રી NHનો ‘નિયમ’ જ જાણતા નથી, સંસદમાં ઉડી ઠેકડી

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
VIDEO: લ્યો બોલો, ભાજપના કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્ય મંત્રી NHનો ‘નિયમ’ જ જાણતા નથી, સંસદમાં ઉડી ઠેકડી 1 - image


Parliament News : ભાજપે જે નેતાને કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્ય મંત્રીની જવાબદારી સોંપી છે, તેઓ ‘કોઈપણ રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) જાહેર કરવાનો નિયમ’ જાણતા ન હોવાથી સંસદમાં તેમની ભારે ફજેતી થઈ છે. એટલું જ નહીં, એક સાંસદ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ભાજપ નેતા જવાબ ન આપી શકતા લોકસભા અધ્યક્ષે પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં તેઓ જવાબ આપી શક્યા નથી. હવે ભાજપના નેતાની ફજેતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ભાજપના મંત્રીઓ તો ભારે કરી, પોતાના વિભાગનો પ્રશ્ન સમજાવ્યો છતાં પ્રશ્ન ન સમજી શક્યા

વાત જાણે એમ છે કે, સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એક સાંસદે કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્ય મંત્રી અજય ટમ્ટાને એક સામાન્ય પ્રશ્ન પૂછાયો હતો. સાંસદે તેમને પ્રશ્ન કર્યો હતો કે, ‘કોઈપણ રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવાનો નિયમ શું છે? તો ટમ્ટા પ્રશ્ન સમજી જ શક્યા નહીં અને તેઓ અન્ય જવાબ વાંચવા લાગ્યા હતા. છેવટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને બોલતા અટકાવવા પડ્યા અને તેમને પ્રશ્ન પણ સમજાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં ટમ્પા સમજી ન શક્યા અને જવાબ પણ આપી ન શક્યા. અંતે ટમ્ટાને અટકાવીને બેસાડી દેવાયા. હવે ટમ્ટાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સો ચોંકાવનારી કોમેન્ટો કરી રહ્યા છે.

જાણો સંસદમાં અજય ટમ્ટાએ કેવો જવાબ આપ્યો...

સંસદમાં આજે રાજસ્થાનના કરૌલી-ધૌલપુરના કોંગ્રેસ સાંસદ ભજન લાલ જાટવે (Bhajan Lal Jatav) મંત્રી અજય ટમ્ટા (Ajay Tamta)ને પ્રશ્ન કર્યો કે, અમારા સંસદીય ક્ષેત્રની અંદર ત્રણ-ત્રણ તીર્થસ્થળો છે. મુંબઈ એક્સપ્રેસવેની જઈએ તો પિનાન, પછી પિનાનથી મહુઆ, મહુઆથી કરોલી અને કરોલીથી કૈલાદેવી સુધીના રસ્તાને તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવાનો વિચાર કરી રહ્યા છો, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવા માટેના નિયમો શું છે?’

જાટવના પ્રશ્ન પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) કટાક્ષમાં કહ્યું કે, ‘તમે (ભજન લાલ જાટવ) તો અગાઉ PWD મંત્રી હતા, તેથી તમે જાણતા હશો કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવા માટેના નિયમો શું છે?’

તો જાટવે અધ્યક્ષને કહ્યું કે, ‘એજ તો, અમે જાણવા માંગીએ છીએ કે, નિયમો શું છે?’

ત્યારબાદ અજય ટમ્ટા જવાબ આપવા ઉભા થયા અને કહ્યું કે, ‘લોકસભા સભ્યએ મહારાષ્ટ્ર અંગે પ્રશ્ન પૂછ્યો છે.’

તો વિપક્ષે કહ્યું, ‘મહારાષ્ટ્ર નહીં રાજસ્થાન’

લોકસભા અધ્યક્ષે પણ ટમ્ટાને આ જ સમજાવ્યું, તેમ છતાં તેઓ ન સમજ્યા, તો અધ્યક્ષે ફરી તેમને પ્રશ્ન સમજાવ્યો. તેમ છતાં ટમ્ટા વિભાગ દ્વારા રાજસ્થાનમાં કરવામાં આવેલી કામગીરીની માહિતી બોલવા લાગ્યા.

તો અધ્યક્ષે ફરી ટકોર કરી અને કહ્યું કે, ‘તેઓ (જાટવ) રાજસ્થાન અંગે માહિતી મેળવવા માંગતા નથી, તેઓ NH જાહેર કરવા માટેના નિયમો જાણવા માંગે છે.’

તેમ છતાં ટમ્ટા પ્રશ્ન સમજ્યા નહીં અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની વર્ષ 2014થી પહેલાની અને પછીની સ્થિતિની માહિતી આપવા લાગ્યા. તેમણે કહ્યું કે, દેશમાં વર્ષ 2014 સુધી 91281 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતો, જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કાર્યભાર સંભાળ્યા બાદ 1,41,136 કિલોમીટર NHનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ટમ્ટાનો જવાબ સાંભળ્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમને બેસવાનો ઈશારો કર્યો...

સોશિયલ મીડિયા યુઝર્સો ભડક્યા

સોશિયલ મીડિયા પર સંસદની કાર્યવાહી દરમિયાનો અજય ટમ્ટાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સો પણ તેમની ટીકા કરી રહ્યા છે. યુઝર્સો કહી રહ્યા છે કે, જો મંત્રી જ જાણતા નથી, તો જવાબ કેવી રીતે મળશે. ઉત્તર પ્રદેશમાં જવાબ આપવાનો મામલો ખૂબ ગરમાયો છે. એક યુઝર્સે લખ્યું કે, જ્યારે વિપક્ષ કંઈ બોલે છે તો અધ્યક્ષ તેમને અટકાવી દે છે, તેમને પર કટાક્ષ કરે છે. તેમનું મંત્રી સામેનું વલણ યોગ્ય નથી.

આ પણ વાંચો : 10 વર્ષની તપાસ બાદ આ દિગ્ગજ સાંસદ સામે EDની મોટી કાર્યવાહી, કરોડોની જમીન જપ્ત કરી

આ પણ વાંચો મધ્યપ્રદેશમાં કમકમાટીભરી દુર્ઘટના, કૂવામાં પડી ગયેલો હથોડો કાઢવા જતાં 4 લોકોના મૃત્યુથી ખળભળાટ


Google NewsGoogle News